
વિજાપુર પોલીસ મથકના ખૂન કેસના આરોપીને એસઓજીએ ઝડપી પાડયો
મહેસાણા,તા.06 ડીસેમ્બર 2020, રવિવાર
વિજાપુર પોલીસ મથકમાં ખૂન કેસનો આરોપી છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન મેળવી નાસતો ફરતો હતો. જેની એસઓજીને બાતમી મળેલ કે હાલ આરોપી તેના ઘરે છે. જેથી તેના ઘરે તપાસ કરતાં આરોપી મળી આવેલ જેનો કોવિડ ટેસ્ટ કરાવતાં નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. બાદમાં તેને પાટણ જિલ્લાની સબજેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.
મહેસાણા પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એસઓજી મહેસાણા દ્વારા ચાર્ટર લગત તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી કરી રહ્યા છે. જેમાં એસઓજી પીઆઈ એ.એસ.વાળા, પીએસઆઈ તથા સ્ટાફને માહિતી મળેલ હતી કે વિજાપુર પોલીસ મથકમાં સને ૨૦૧૪માં ખૂનકેસનો આરોપી પટેલ જીગ્નેશ ભાંગીલાલ રહેવાસી અંબિકાનગર સોસાયટી, મહેસાણા વિસનગર રોડવાળો તેની સજા દરમિયાન છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન મેળવી નાસતો ફરતો હતો. જે પોતાને ઘરે હોવાની બાતમી મળતાં એસઓજી પોલીસ સ્ટાફના માણસો તેના ઘરેથી પકડી પાડયો હતો. હાઈકોર્ટના નિયમ અનુસાર કાચા કામના આરોપીને કોવિડ-૧૯ વાયરસનો રિપોર્ટ કરાવ્યો હતો. જે નેગેટીવ આવતાં આરોપીને પાટણની સબજેલમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36OrpPh
0 Response to "વિજાપુર પોલીસ મથકના ખૂન કેસના આરોપીને એસઓજીએ ઝડપી પાડયો"
Post a Comment