ઉત્તર ગુજરાતમાં ચાર દિવસમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

ઉત્તર ગુજરાતમાં ચાર દિવસમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

ડીસા, તા.05 ડીસેમ્બર 2020, શનિવાર

શહેરમાં ઠંડીની શરૃઆત થઈ ગઈ છે ત્યારે હવે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર  ગુજરાતનું તાપમાન ઘટયું છે. ઉત્તર પૂર્વમાં પવન ફુંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જ્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. આગામી ચાર દિવસમાં ઠંડીમાં સખત વદારો થઈ શકે છે.

હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૧૫.૮ ડિગ્રી, પાલનપુરમાં ૧૬.૦ ડિગ્રી, વાવમાં ૧૪.૦ ડિગ્રી, થરાદમાં ૧૪.૦ ડિગ્રી, ભાભરમાં ૧૭૦ ડિગ્રી, અમીરગઢમાં ૧૫.૦ ડિગ્રી, અંબાજીમાં ૧૪.૦ ડિગ્રી, આબુરોડ ૧૫.૦ ડિગ્રી, ઈડરમાં ૧૬.૦ ડિગ્રી, મહેસાણામાં ૧૫.૦ ડિગ્રી, ઊંઝામાં ૧૫.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૧૫.૦ ડિગ્રી, પાટણમાં ૧૬.૦ ડિગ્રી, મોડાસામાં ૧૭.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૧૫.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૧૬.૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. આગામી ૪ દિવસમાં અનેક શહેરોમાં ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે. બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે ત્યારે થોડા દિવસથી પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવે ફરીથી પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વીય ઠંડા પવનો શરૃ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આગામી ૪ દિવસમાં ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે ગુરુવારે પવનની  દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ અમદાવાદમાં સવારથી ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતા શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39T9Uim

0 Response to "ઉત્તર ગુજરાતમાં ચાર દિવસમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel