વિપુલ ચૌધરીના વધુ બે દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા

વિપુલ ચૌધરીના વધુ બે દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા

મહેસાણા તા.16 ડીસેમ્બર 2020, બુધવાર

મહેસાણા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજયમંત્રી વિપુલ ચૌધરીના ચાર દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં બુધવારે સીઆઇડી ક્રાઇમે તેઓને અમદાવાદ સેસન્સ કોર્ટમા રજુ કરીને વધુ રીમાન્ડની માંગ કરી હતી. જેમાં અદાલતે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે ડેરીના પૂર્વ ચેરમેન પણ કોર્ટમાં રજુ કરવામાં આવતાં તેઓના ૧૯ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કરાયા છે. 

દુધસાગર ડેરીની નિયામક મંડળની ચુંટણી આગામી ૫ જાન્યુઆરીના રોજ યોજાનાર છે તે અન્વયે મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં આવેલી ૧૫ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૃ થઇ છે. તેવામાં જ ડેરીના કર્મચારીઓને ચુકવાયેલા બોનસમાં ગેરરીતી આચરવાના મામલે તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમે અગાઉ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરીને કોર્ટમાંથી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ મંગળવારે ઘીમાં ભેળસેળ કરવાના કેસમાં મહેસાણા જેલમાં રહેલા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. 

દરમિયાન બુધવારે વિપુલ ચૌધરીના ચાર દિવસના રીમાન્ડ પૂર્ણ થતા હોવાથી સમગ્ર કેસની તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમે તેઓને અમદાવાદ સેસન્સ કોર્ટના જજ ડી.બી.શાહ સમક્ષ રજુ કરી વધુ રીમાન્ડની માંગ કરી હતી. જેમાં સરકારી વકીલ વિજય બારોટ અને સુધીર બ્રહ્મભટ્ટની દલીલો ધ્યાને રાખીને અદાલતે ૧૮ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. ઉપરાંત ટ્રાન્સફર વોરંડથી ધરપકડ કરાયેલ મોંઘજી ચૌધરીને પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. 

ડેરીના એમડી નિશિથ બક્ષીની ધરપકડના ભણકારા

મહેસાણા દુધસાગર ડેરીના કર્મચારીઓને ચુકવાયેલ બોનસમાં આચરવામાં આવેલી ગેરરિતીના મામલે વિપુલ ચૌધરી અને મોંઘજી ચૌધરીની અગાઉ સીઆડી ક્રાઇમે ધરપકડ કરી છે. હવે ટુંક સમયમાં જ ઘીમાં ભેળસેળના કેસમાં જેલવાસ ભોગવી રહેલા ડેરીના એમડી નિશીત બક્ષીની પણ બોનસ પ્રકરણમાં ધરપકડ થાય તેવા ભણકાર સંભળાય છે. 

સીઆઇડી ક્રાઇમે કોર્ટમાં રજુ કરેલા મુદ્દાઓ

- જૈનમ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરેલ રૃ.ત્રણ કરોડની તપાસ કરવાની છે

- પ્રોત્સાહન બોનસ યોજનાની વિગતો મેળવવાની છે

- ડેરીમાં જમા કરાયેલ ૯ કરોડ બાદ વઘેલા નાણાંનો શું ઉપયોગ કરાયો

- ષડયંત્રમાં મદદ કરનાર ડીરેકટરો તેમજ કર્મચારીઓની વિગત મેળવવા

- રાજસ્થાન અને હરિયાણામાં તપાસ કરવાની છે

- આર્થિક અપરાધ બારીકાઇથી પાર પાડેલ હોવાથી કડીઓ મેળવવા

- ત્રણ આરોપીને સાથે રાખી તપાસ કરવા હાજરીની જરૃર છે



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KxJvfG

0 Response to "વિપુલ ચૌધરીના વધુ બે દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel