અમદાવાદમાં રિંગરોડ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો

અમદાવાદમાં રિંગરોડ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો


અમદાવાદ, તા. 16 ડિસેમ્બર, 2020 બુધવાર

અમદાવાદ રિંગરોડ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. સરખેજ-નારોલ હાઇવે પર લક્ઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત થયો છે. ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડ ઘૂસી જતાં ટ્રક બસ સાથે ટકરાયો હતો. જો કે બાદ બસની પાછળ આવતી આઇસર ટ્રક પણ બસની સાથે અથડાતા અકસ્માતમાં 2 લોકોને ઇજા પહોંચી હતી.

આ અકસ્માત બાદ નારોલ વિશાલા હાઈ-વે પર થોડા સમય માટે લાંબો ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.પ્રાથમિક મળતી વિગત અનુસાર ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદીને રોંગ સાઇડ ઘૂસી જતા બસ સાથે ટકરાઈ હતો. 

જો કે બસની પાછળ આવતી આઇસર ટ્રક બસ સાથે ટકરાઇ હતી. આ ત્રિપલ અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. શહેરના સરખેજ-નારોલ હાઇ વે રિંગ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાતાં થોડા સમ માટે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી શરુ કરી હતી




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/387zyxp

0 Response to "અમદાવાદમાં રિંગરોડ પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel