
પાંથાવાડા હાઇવે પર બે ટ્રેલર સામ સામે ટકરાતા ડ્રાઇવર સહિત બેના મૃત્યુ
દાંતીવાડા તા.23 ડીસેમ્બર 2020, બુધવાર
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા સ્ટેટ પર રાત્રીના ૩.૦૦ કલાકે રાજસ્થાનમાંથી આવતા ટ્રેલર માર્બલ ભરી મુન્દ્રા તરફ જઇ રહ્યું હતું ત્યારે ગુજરાત તરફથી આવતા ટ્રેલર ટાઇલ્સ ભરી રાજસ્થાન તરફ જતી હતી ત્યારે સામ સામે ટકારાતા એક ટેલરનો ભાોગ ઉછળીને ખેતરમાં પડયો હતો. બીજા ટ્રેલરના ફુરચે ફરચા ઉડી ગયા હતા. રાતના સમયે અકસ્માત એટલો ભયંકર હતો બે આજુબાજુના સુતેલા લોકોની ઉંઘ ઉડી ગઇ તેમજ એક ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અને બીજા ત્રણ લોકોને અકસ્માતમાં ઇજા થતા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.
દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં આજે રાત્રીના સુમારે ૨ ટ્રેલર સામસામે ટકરાતા ઘટના સ્થળે એકનું મોત થયું હતું તેમજ ત્રણ જણાને વધુ ઇજાઓ થતાં પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનારના ભાઇએ પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પાંથાવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંથાવાડા સ્ટેટ હાઇવે રાત્રી અકસ્માત થયો હતો રાજસ્થાનના રહેવાસી સગતારામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ટ્રેલર ગાડી સપક કુમાર સુમેરનાથ રહે.દોદ જિ.શીકર રાજસ્થાન પોતાની ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી ટ્રેલરના ગાડીમાં બેઠેલા ફરિયાદીના ભાઇ જેઠાભાઇ કરણા રામ માજીરાણા વર્ષ ૨૨ રહે લુખુ તાલુકો ધોરીમના જિ.બાડમેરના સ્થળે મોત થયું હતું. તેમજ મોતી દેરોજભાઇ ગણેશારામ, માજીરાણા તેઓનું પાલનપુર ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેની પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDSMpg
0 Response to "પાંથાવાડા હાઇવે પર બે ટ્રેલર સામ સામે ટકરાતા ડ્રાઇવર સહિત બેના મૃત્યુ"
Post a Comment