અજાણ્યા વાહનની હડફેટે દંપતિ ખંડિત,મહિલાનું કરૃણ મોત

અજાણ્યા વાહનની હડફેટે દંપતિ ખંડિત,મહિલાનું કરૃણ મોત

ડીસા, થરાદ,  તા. 26 ડિસેમ્બર 2020, શનિવાર

બનાસકાંઠાના ડીસાના જાણીતા સી.એ.ની પત્નીનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થતા તેમણે પત્નીની આંખોનું ચક્ષુદાન કરી બીજા વ્યક્તિના જીવનમાં આંખો જીવતી રહે તે માટે ચક્ષુદાન કર્યું હતું. જોકે આ ચક્ષુદાન માળી સમાજ માટે પ્રથમ દાન છે.

બનાસકાંઠાના ડીસાના જાણીતા સી.એ. લલિત ટાંક અને તેમની પત્ની દક્ષાબેન વહેલી સવારે લાખણી પાસે ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે ચાલતા જઈ રહ્યા હતા. જે દરમિયાન કાપરા ગામ પાસે અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા દક્ષાબેન પડી ગયેલા અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સી.એ. લલિતભાઈનો આબાદ બચાવ થયો હતો. જોકે ૩૩ વર્ષની નાની ઉંમરે અકાળે દક્ષાબેનનું મોત થયું હતું. પરંતુ સી.એ. લલિતભાઈનો આબાદ બચાવ થયો હતો.  પરંતુ સી.એ. લલિતભાઈ પોતાની પત્નીના મોત બાદ કોઈકના આંખોમાં વસીને જીવતી રહે તે હેતુથી તેઓએ ચક્ષુદાન કરવા તૈયાર થયેલ માળી સમાજ સહિત બીજી સમાજમાં પણ દાખલો બેસે તે હેતુથી ચક્ષુદાન કરવાની તૈયારી દાખવતા પાલનપુર ખાતેથી ટીમ આવી પહોંચી હતી. જોકે સમાજના અગ્રણી મગનલાલ માળીએ જણાવ્યું હતું કે આ ઘટના દુઃખદ છે, પણ દક્ષાબેન કોઈની આંખોમાં જીવતી રહેશે અને અમારા સમાજમાં પ્રથમ ચક્ષુદાન હોઈ સમાજ માટે દક્ષાબેન પ્રેરણારૃપ સાબિત થશે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nXK41e

0 Response to "અજાણ્યા વાહનની હડફેટે દંપતિ ખંડિત,મહિલાનું કરૃણ મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel