
કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને 6.50 કરોડની છેતરપીંડી
મહેસાણા તા.11 ડીસેમ્બર 2020, શુક્રવાર
મહેસાણા શહેરમાં ઓફિસ શરૃ કરીને સુરતના એક ભેજાબાજ દંપતીએ કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાના હેઠળ ૩૨૫ વિદેશી જવા ઇચ્છુકોને લાલચમાં ફસાવી રૃ.૬.૫૦ કરોડની છેતરપીંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.
સુરત ખાતે આવેલ પાલનપુર જકાતનાકા પાસેના રાજવલ્ડ ફલેટના ચોથા મળે રહેતા સંદીપ જીતેન્દ્રભાઇ કાપડીયા અને તેની પત્ની અવની કાપડીયાએ થોડાક સમય પહેલાં મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર આવેલ ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં એસ.કે.ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટીંગ એજન્સી નામની ઓફિસ શરૃ કરી હતી. જેથી મહેસાણા રામોસણા રોડ પર આવેલ અનમોલ વિલામાં રહેતા કેતન પિયુશકાંત દેસાઇએ તેમનો સંપર્ક કર્યો હતો. તેઓને આ દંપતીએ કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાના હેઠળ વિશ્વાસ આપી છેતરપીંડી આચરવાના ઇરાદે કાવતરૃં રચ્યું હતું. જેમાં પોતાની ફર્મ સ્પેકટ્રાઇમીગ્રેશન એન્ડ ઇન્ટરનેશનલ ટુર્લ દ્વારા ફરિયાદી અને તેમના સંપર્કવાળા વ્યક્તિઓને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાનો ખોટો ભરોસો આપ્યો હતો.
તેમણે જુન ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૨૦ના સમયગાળામાં મહેસાણા જિલ્લા અને આસપાસના વિસ્તારોના ૩૨૫ લોકોને પોતાની વાતોમાં ફસાવી તેમની પાસેથી એડવાન્સ ફી પેટે રૃ.૬.૫૦ કરોડ ઉઘરાવી લીધા હતા. ત્યારબાદ, કેનેડાની કોઇપણ કંપનીએ ઓનલાઇન ઇન્ટરવ્યુંના લીધા હોવા છતાં વિદેશ જવા ઇચ્છુકોને નોકરીના બનાવટી દસ્તાવેજો બનાવી ઇમેઇલ ઉપર મોકલી આપી છેતરપીંડી આચરી હતી. આ અંગે મહેસાણા વી ડિવિજન પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
એજન્સીના નોકરી અંગેના દસ્તાવેજો મોકલી ભરોસો કેળવ્યો
સુરતના દંપતીએ પોતાના ગ્રાહકોનો ભરોસો કેળવવા તેઓની નોકરી માટે જરૃરી દસ્તાવેજો પૈકી લેબર માર્કેટ ઇમ્પેકટ એસેસમેન્ટ લેટર, કેનેડાની એન્સીનો હયુમન રીસોર્સ સ્કીલ ડેવલોપમેન્ટ લેટર, યુનિક કલાઇન્ટ આઇડેન્ટીફીઆર, વિઝા કર્ન્ફોમેશન પત્ર, પીસીસી, પાસપોર્ટ સબમીશન લેટર જેવો દસ્તાવેજો દિલ્હી સ્થિત કેનેડા હાઇકમીશનને પહોંચાડયા હોવાની વિગતો ફરિયાદીને ઇમેઇલ દ્વારા મોકલ્યા હતા.
કેનેડીયન એમ્બીસીનો બનાવટી રીફન્ડ કન્ફર્મોશન લેટર બનાવ્યો
નિયત સમયમાં કેનેડાનો વર્ક પરમીટ વિઝા નહીં આપતાં છેતરપીંડીની આશંકા સાથે ફરિયાદી કેતન દેસાઇએ ભેજાબાદ સંદીપને પોતાના ગ્રાહકોની ફાઇલ કેન્સલ કરી તેમણે એડવાન્સ પેટે ભરેલા નાણા પરત માંગ્યા હતા. જેથી તેણે જાન્યુઆરી માસમાં કેનેડીયન એમ્બેસીનો રૃ.૪૧૪૬૪૨૮ની રકમનો બનાવટી રફન્ડ કન્ફેમેશન લેટર બનાવી મોકલી આપ્યો હતો.
આ ભેજાબાજ દપતી સામે ગુનો નોંધાયો
સંદીપ જીતેન્દ્રભાઇ કાપડીયા
અવની સંદીપ કાપડીયા
બન્ને રહે.પાલનપુર જકાતનાકા, કેનાલ રોડ, સુરત
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oHpemA
0 Response to "કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને 6.50 કરોડની છેતરપીંડી"
Post a Comment