બનાસકાંઠાની 585 શાળાના ધો.9 થી 12ના છાત્રો આપશે એકમ કસોટી

બનાસકાંઠાની 585 શાળાના ધો.9 થી 12ના છાત્રો આપશે એકમ કસોટી

પાલનપુર,તા.25 ડીસેમ્બર 2020, શુક્રવાર

પ્રથમ સત્રની પરીક્ષા બાદ હવે બીજા સત્ર શરૃ થયા બાદ મૂલ્યાંકન પરીક્ષાનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી ૫૮૫ જેટલી શાળાઓમાં યોજાનારી એકમ કસોટીના પ્રશ્નપત્ર અથવા સોફ્ટ કોપીમાં તારીખ ૨૮ ડીસેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ સુધી શિક્ષકોએ પહોંચતા કરવાની રહેશે. પાંચમી એકમ કસોટીનો અભ્યાસક્રમ ઓક્ટોમ્બર અને નવેમ્બર માસ સુધીનો રહેશે. ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકમાંથી જ પ્રશ્નો પુછાશે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ધો.૯ અને ધો.૧૦માં ગુજરાતની ગણીત-વિજ્ઞાાન અને સામાજિક વિજ્ઞાાન જ્યારે ધો.-૧૧ અને ૧૨ વિજ્ઞાાન પ્રવાહ માટે ગણિત, ભૌતિક વિજ્ઞાાન રસાયણ વિજ્ઞાાન, જીવ વિજ્ઞાાન તથા અંગ્રેજી તેમજ સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી માના મુળતત્વો વાણિજ્ય વ્યવસ્થા મનોવિજ્ઞાાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરવાના હોય છે. આ સિવાય ધોરણ અને વિષયના પેપર શાળાએથી તૈયાર કરી શાળા કક્ષાએથી એકમ કસોટી લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ નોટબુકમાં લખેલા ઉત્તરો સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપીમાં તારીખ ૬ જાન્યુઆરી સુધીમાં શાળાના આચાર્યને પહોંચતા કરવાના રહેશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો તારીખ ૨૮ ડીસેમ્બરના રોજ બોર્ડની વેબસાઈડ પર પણ મુકાશે. બનાસકાંઠામાં પણ ઓનલાઈન શિક્ષણ બાદ હવે પાંચમી મૂલ્યાંકન પરીક્ષા ૨૮ ડીસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન પરીક્ષા લેવાશે અને ઉત્તરવહી તા.૬ જાન્યુઆરી સુધીમાં જમા કરાવવાની રહેશે.

પ્રાથમિક શાળામાં હોમલર્નીંગ મૂલ્યાંકન કસોટી લેવાશે

પ્રાથમિક શાળામાં પણ હોમલર્નીંગની સાથે મૂલ્યાંકન કસોટી હેતુસર બીજા સત્રની ધો.૩ થી ૮માં ગુજરાતી અને ગણીત વિષયની કસોટી તા.૩૦ અને ૩૧ ડીસેમ્બરના રોજ યોજવામાં આવશે. આ એકમ કસોટીઓ ૩૯ ડીસેમ્બર સુધીમાં જે તે વર્ગના શિક્ષકોએ આ એકમ કસોટીઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી કરાશે અને ૬ જાન્યુઆરી સુધીમાં વાલી મારફતે શાળા સુધી પહોંચતી કરવામાં આવશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KWrYOa

0 Response to "બનાસકાંઠાની 585 શાળાના ધો.9 થી 12ના છાત્રો આપશે એકમ કસોટી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel