અમદાવાદ: શહેરમાં 44 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં

અમદાવાદ: શહેરમાં 44 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં

અમદાવાદ ,ગુરુવાર,17 ડીસેમ્બર, 2020

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.આ કારણથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ મુકવામાં આવેલા માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

બીજી તરફ ગુરુવારે શહેરના એક પણ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યો નથી.ગુરુવારે મ્યુનિ.તંત્ર દ્વારા અગાઉ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલાં ૪૯ સ્થળમાંથી પાંચ સ્થળમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરતા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાંથી દુર કરવામાં આવ્યા છે.જેને લઈને હવે શહેરમાં માત્ર ૪૪ સ્થળ જ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં રહેવા પામ્યા છે.

અત્રે નોંધનીય છે કે,અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ દરમ્યાન આપવામાં આવેલી વ્યાપક મુકિતને કારણે ફરી એક વખત કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી હતી.જે હવે નિયંત્રણમાં આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rf26hx

0 Response to "અમદાવાદ: શહેરમાં 44 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel