રાત્રિ કરફ્યૂને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના 400 કરોડના ડિસ્પેચ પર સીધી અસર

રાત્રિ કરફ્યૂને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના 400 કરોડના ડિસ્પેચ પર સીધી અસર

(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર

રાત્રિ કર્ફ્યુના કારણે ટેક્સટાઈલ ગુડ્સનું વહન કરતી ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ મોટી અસર થઈ છે. રાત્રિ કરફ્યુના કારણે કાપડ ડિસ્પેચીંગ અને ડિલીવરીને અસર પડી છે. જેથી સીધી અસર ૪૦૦ કરોડના ડિસપેચ પર પડી રહી છે.


સુરતમાં કોરોના સંક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા સુરત સહિત અન્ય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જેને કારણે સુરતમાં ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને નુકસાન થઈ રહ્યું છે. સુરત ટેક્સટાઇલ ગુડસ અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખના મતે સુરતથી રોજ 350 થી 400 જેટલી ટ્રકો ડિસ્પેચ થઈ અન્ય રાજ્યોમાં જતી હોય છે. નવેમ્બર માસની શરૂઆતથી જ 400 જેટલા ટ્રક રોજિંદા દક્ષિણ અને ઉત્તરના રૂટ પર દોડાવવામાં આવી રહી હતી. જેના માટે ટ્રકમાં માલસામાન ચઢાવવાની કામગીરી રાત્રિના સમયે જ થતી હોઈ છે. એક ટ્રકમાં અંદાજે રૂ.60 થી 70 લાખના પાર્સલ ડિલીવરી કરવામાં આવે છે. જો કે સાંજ થી રાત  દરમિયાન ચાલતું આ કામ રાત્રિ કર્ફ્યુના કારણે અટવાઈ ગયું છે.

પ્રમુખ યુવરાજ દેસલે કહ્યું કે, હાલ રાત્રિ કર્ફ્યુના કારણે ટ્રકો પણ એક દિવસ મોડી જઈ રહી છે. દિવાળી પહેલા ટ્રાન્સપોર્ટ કામ ખુબ જ સારી રીતે ચાલી રહ્યું હતું તે હાલ રાત્રિકર્ફ્યુના કારણે ડિસ્પેચ કામગીરી મોડી થતા આર્થિક રીતે અસર કરી રહ્યું છે. આશા હતી કે મોટા પ્રમાણમાં અહીંથી ગુડસ ડીલીવર થશે પરંતુ રાત્રિ કર્ફ્યુના કારણે મુશ્કેલીઓ થઇ રહી છે. સરકાર પાસે આશા છે કે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી અમને રાહત આપે. જેથી માલના ડિસ્પેચની કામગીરી સમયસર થઇ શકે અને અન્ય રાજ્યોમાં જે પણ ડિલિવરી થઈ છે તે સમયસર થાય.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3orAOSI

0 Response to "રાત્રિ કરફ્યૂને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના 400 કરોડના ડિસ્પેચ પર સીધી અસર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel