
નલિયા 3.8 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું, અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો
અમદાવાદ, તા. 20 ડિસેમ્બર 2020 રવિવાર
ઉત્તરના ઠંડા પવનની અસર ગુજરાત પર થઇ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. શનિવારે નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં 12.9 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો.
હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે.
શનિવારે, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી ગગડીને 27.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી ગગડીને 12.9 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mCz6MZ
0 Response to "નલિયા 3.8 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું, અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો"
Post a Comment