
મહેસાણા દૂધસાગર ડેરીમાં 1156 મતો અનેકનું ભાવી નક્કી કરશે
મહેસાણા,તા.02 ડીસેમ્બર 2020, બુધવાર
મહેસાણા દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચુંટણીનો ધમધમાટ શરૃ થયો છે. તે અંતર્ગત ચુંટણી અધિકારી દ્વારા કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જોકે તેમાં સંખ્યાબંધ ટેકનીકલ ખામીઓ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે રજૂ થયેલા વાંધાઓનો નિકાલ કરીને આગામી ૧૧ ડિસેમ્બરના રોજ મતદારયાદીની આખરી યાદી જાહેર કરવામાં આવશે. વાંધેદારોએ તેમના વાંધા લેખિતમાં કારણ સાથે રજૂ કરવાના રહેશે. ડેરીની ચુંટણીમાં ૧૧૫૬ મતદારો હોઈ તેઓ બન્ને જૂથનું ભાવિ નક્કી કરશે.
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની દૂધ મંડળી વિભાગની ૧૧ બેઠક, દૂધ જથ્થા વિભાગના ૪ મળી કુલ ૧૫ બેઠકોની ચુંટણી યોજાશે. બોર્ડ ઓફ નોમિનીઝનો મનાઈ હુકમ હોવાથી ઈત્તર અને વ્યક્તિ મંડળી વિભાગની એક બેઠકની ચુંટણી થનાર નથી. આ વખતે ચુંટણીમાં ડેરી સાથે સંકળાયેલા ૧૧૫૦ થી વધુ દૂધ મંડળીના પ્રતિનિધીઓ મતાધિકારનો ઉપયોગ કરી દૂધસાગર ડેરીના નવા બોર્ડ ઓફ ડીરેક્ટર્સનું ભાવી નક્કી કરનાર છે. વર્ષોથી ડેરીના વહિવટ ઉપર દબદબો જાળવી રાખનાર વિપુલચૌધરી જૂથ અને ભાજપ સમર્થિત જૂથે અત્યારથી જ ચુંટણીની ચોપાટો બિછાવવાનું શરૃ કરીદીધું છે. બન્ને જૂથો દ્વારા મતદારોના કેમ્પો ચાલુ કરીને પોતાની તરફે વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો શરૃ કર્યા છે.
ચુંટણી અધિકારીએ બુધવારે ડેરીની ચુંટણી અંતર્ગત કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરી છે. જેમાં વાંધેદારો લેખિતમાં કારણ સાથે ચુંટણી અધિકારી સમક્ષ ૮ ડિસેમ્બર સુધી વાંધા રજૂ કરી શકશે તેની ચાકસણી બાદ આગામી ૧૧ ડિસેમ્બર આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ યાદી વિસનગર પ્રાંત કચેરી, મહેસાણા કલેક્ટર કચેરી, દૂધસાગર ડેરી તેમજ સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની કચેરી ખાતે જોવા મળશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lymPZt
0 Response to "મહેસાણા દૂધસાગર ડેરીમાં 1156 મતો અનેકનું ભાવી નક્કી કરશે"
Post a Comment