વડોદરા: વાઘ બારસની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અડધો ડઝન વાહનોને અડફેટે લીધા

વડોદરા: વાઘ બારસની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અડધો ડઝન વાહનોને અડફેટે લીધા


વડોદરા, તા. 14 નવેમ્બર 2020 શનિવાર

વાઘ બારસની મોડી રાત્રે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી પાડોશીઓના વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. નોંધનીય છે કે આ ઘટનામાં ત્રણ કાર અને ત્રણ ટુ વ્હીલરના માલિકોને હજારો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

વડોદરા શહેરના વાડી રંગમહલ ભાસ્કર ફળિયામાં રહેતા જયેશ ભાઈ દેસાઈ જમીન લે-વેચનો વ્યવસાય કરે છે અને પોતાની માલિકીની ઓડી - કયું 3 કાર ધરાવે છે. 

ગુરૂવારના રોજ પાણીગેટ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેઓ ઘરમાં આરામ કરતા હતા. તે વખતે અચાનક બહાર જોર થી અવાજ આવ્યો હતો. જેથી તેઓએ બહાર ડોકિયું કરતાં જોવા મળ્યું હતું કે હ્યુનડાઈ વરના કાર ના ચાલક અને પાડોશમાં રહેતા રાજ ચંદ્રકાંતભાઈ દરવેએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા તેઓના ભાઈ રાજુભાઈ દેસાઈ ની એકટીવા ઉપર ચડાવી દીધી હતી. ત્યારબાદ ઓડી કારને નેટ ના ભાગે નુકસાન પહોંચાડી અન્ય ઇકો કારને ટક્કર મારતાં તે થાંભલા સાથે ભટકાઇ હતી.

આ ઉપરાંત પાડોશી વિશ્વાસ સળેકર અને પ્રશાંત પંડિતની મોટર સાયકલને પણ નુકસાન પહોંચ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે રાજ દરવે વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Luqkz

0 Response to "વડોદરા: વાઘ બારસની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અડધો ડઝન વાહનોને અડફેટે લીધા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel