
કોરોના ઈફેક્ટ : ભાજપે તમામ સંગઠનાત્મક કાર્યક્રમો રદ કર્યા
અમદાવાદ, તા. 22 નવેમ્બર, 2020, રવિવાર
પેટાચૂંટણીઓમાં જાહેર સભાઓથી માંડીને રેલીઓમાં ભાજપના કાર્યકર્તાઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ ના નિયમ ના ધજાગરા ઉડાડયા હતા. એટલું જ નહીં પણ ચૂંટણી પરિણામો બાદ પણ કરો ની ભીડ સાથે આ દ્રશ્યો જોવા મળ્યા હતા.
એ તો ઠીક પણ બે દિવસ પહેલાં જ ગઢડા બેઠક ઉપર વિજેતા થયેલા પૂર્વ મંત્રી આત્મારામ પરમારે રેલી યોજી કોરોનાની માર્ગદર્શિકા ના ધજાગરા ઉડાડયા હતા. હવે જ્યારે કોરોનાનો વિસ્ફોટ થયો છે ત્યારે ભાજપ ને રહી રહીને જ્ઞાાન લાઘ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ કાર્યક્રમ ન યોજવા આદેશ જારી કર્યો છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુઘી હાલ ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં. એટલું જ નહિ, અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ કરવા આદેશ કર્યો છે.
ભાજપે કમલમ ખાતે ચિંતન શિબિર પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે.નોંધનીય છે કે, આજે પણ ખેડા અને બોટાદમાં ભાજપ દ્વારા કાર્યક્રમો યોજયા હતા. જેમાં ભારે ભીડ એકત્ર કરવામાં એકત્ર થઇ હતી જે ચર્ચાનો વિષય બન્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kVvYuX
0 Response to "કોરોના ઈફેક્ટ : ભાજપે તમામ સંગઠનાત્મક કાર્યક્રમો રદ કર્યા"
Post a Comment