મહેસાણાની સિધ્ધાર્થ સ્કુલથી તળેટી સુધીનો રોડ ન બનતા પરેશાની

મહેસાણાની સિધ્ધાર્થ સ્કુલથી તળેટી સુધીનો રોડ ન બનતા પરેશાની

મહેસાણા,તા.29 નવેમ્બર 2020, રવિવાર

મહેસાણાના સોમનાથ નાળાથી તળેટી ગામ સુધીનો ત્રણ કિમી રોડ આર એન્ડ બી દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા છેલ્લા ત્રણ માસથી આ રોડનું નિર્માણ કામ થઈ રહ્યું છે. જોકે એક માસ પૂર્વેથી સિધ્ધાર્થ સ્કૂલથી તળેટીનો એક તરફનો રોડ તૈયાર કર્યો છે. જ્યારે બીજી તરફના રોડનુ મેટર કામ જ થયું છે અને કામ ટલ્લે ચઢતા આ વિસ્તારના ૧૦૦ જેટલી સોસાયટીના રહીશો ભારે ત્રસ્ત બન્યા છે અને જો સત્વરે આ રોડનુ કામ શરૃ ન થાય તો યુવાનો દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યા છે. 

મહેસાણાના સોમનાથનાળાથી તળેટી સુધી ત્રણ કિમીના રોડનુ કામ આર એન્ડ બી દ્વારા હાથ ધરાયું હતું. આ રોડ પર ૧૦૦થી વધુ સોસાયટી, એક શાળા તેમજ સોમનાથ મહાદેવ મંદિર અને તળેટી ગામ પણ આ રોડ પર આવેલ છે. તેથી આ રોડ પર દિવસ અને રાત્રિ દરમિયાન લોકો તથા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની ચહલપહલ રહેતી હોય છે. આ રોડનું કામ ત્રણ માસ પૂર્વે શરૃ કરાયું હતું. જેમાં સોમનાથ નાળાથી રેલવે નાળા સુધી રોડ પહોળો કરાયો છે. જ્યારે નાળા પેલી બાજુ સિધ્ધાર્થ સ્કૂલથી તળેટી સુધીનો રોડ ઘણા સમયથી તૂટી ગયો હોવાથી રહીશોની માંગના પગલે રોડનું કામ હાથ ધરાયું હતું. જેમાં એક માસ પૂર્વે સિદ્ધાર્થ સ્કૂલ આગળ એક તરફનો રોડ તૈયાર કરી દીધો છે. જ્યારે બીજી તરફનો રોડ પર મેટલીંગ કામ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં પણ અહી મેટલીંગ કામને કારણે રહીશો અને વાહનચાલકોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે અને મેટલીંક કામને કારણે ટ્રાફીક પણ થતો હોય છે. જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને પણ આવનજાવનમાં ભારે તકલીફ પડી રહી છે. 

જય ભીમ યુવા સંગઠનના કાર્યકર હાર્દિક સુતરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી રોડ બની રહ્યો છે અને એક માસથી ૧૦૦થી વધુ સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સત્વરે રોડનું કામ શરૃ થવું જોઈએ તેવી માંગ તંત્ર પાસે કરવામાં આવી છે.

માત્ર એક તરફનો રોડ બનાવીને મુકી દીધો

મહેસાણાના સોમનાથ રોડ પર સિદ્ધાર્થ સ્કૂલથી તળેટી સુધીનો રોડનુ કામ ચાલી રહ્યું છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ પર એક તરફનો રોડ બનાવ્યો જ્યારે બીજી તરફ માત્ર મેટલીંગ કામ કરાયું છે અને એક માસથી કામ અધુરૃ મુકી દેવાયું છે. તેથી વિસ્તારના રહીશો ભારે તકલીફ વેઠી રહ્યા છે. જોકે રોડનું કામ ઝડપથી શરૃ ન થાય તો હાર્દિક સુતરીયા દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VhVQqs

0 Response to "મહેસાણાની સિધ્ધાર્થ સ્કુલથી તળેટી સુધીનો રોડ ન બનતા પરેશાની"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel