
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા: કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે
કચ્છ, તા. 12 નવેમ્બર 2020 ગુરૂવાર
ગૃહ મંત્રી અમિત શાહ ગત રાત્રે કચ્છ પહોંચ્યા છે. સરહદી ક્ષેત્ર વિકાસ મહોત્સવ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું. હતું, તેઓ કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેશે.
સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે. સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે.
આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો, આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે.
ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં અમિત શાહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ યોજાનાર મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાશે.
ઉપરાંત સરપંચો પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરશે.
કાર્યક્રમ દરમ્યાન હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે અંતે અમિત શાહ સરહદી વિસ્તારના રાજ્યના ત્રણ જિલ્લાના સરપંચો, આગેવાનોને પ્રેરક માર્ગદર્શન આપનાર છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36v6bUT
0 Response to "કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા: કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે"
Post a Comment