અમદાવાદ: કોવિડ હોસ્પિટલના બેડની સંખ્યાને લઇને ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ: કોવિડ હોસ્પિટલના બેડની સંખ્યાને લઇને ચોંકાવનારો ખુલાસો


અમદાવાદ, તા. 19 નવેમ્બર 2020 ગુરૂવાર 

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે તંત્રએ કેટલીક સ્પષ્ટતા કરી હતી. જેમાં તંત્ર દ્વારા લૉકડાઉન કરવા અંગે સરકારનો કોઈ વિચાર ન હોવાનું જણાવાયું હતું. તંત્રએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ફરતી વાતો માત્ર અફવા છે. 

અમદાવાદની હોસ્પિટલમાં હજુ પણ 40 ટકા બેડ ખાલી છે. અલગ અલગ 200 સ્થળોએ કોરોના માટે ટેસ્ટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેવામાં હવે અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ ગુપ્તાના પત્ર અને એએમસી ના આંકડામાં તફાવત હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી હોવાના અધિક મુખ્ય સચિવના પત્ર અને AMC આંકડામાં તફાવત હોવાનું સામે આવ્યું છે. ડૉ.રાજીવ ગુપ્તાના નિવેદનમાં ખાલી બેડના આંકડા 501 દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે AMCના ટ્વીટમાં 401 બેડ ખાલી હોવાનું દર્શાવાયું છે. જેને લઇને 100 જેટલા બેડનો બન્નેના આંકડા વચ્ચે તફાવત સામે આવ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fd2asd

0 Response to "અમદાવાદ: કોવિડ હોસ્પિટલના બેડની સંખ્યાને લઇને ચોંકાવનારો ખુલાસો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel