
અમદાવાદ : પ્રાણી પરના પ્રયોગમાં ઝાયકોવ-ડી અસરકારક પુરવાર થઈ
અમદાવાદ, તા. 28 નવેમ્બર 2020 શનિવાર
ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડી નામથી ઓળખાય છે. ઝાયકોવ-ડી ઝાયડસ કેડિલાની પ્લાઝમીડ DNA વેક્સિન છે. જેનો પ્રાણી પરના પ્રયોગમાં ઝાયકોવ-ડી અસરકારક પુરવાર થઇ ચૂકી છે. 15 જુલાઇ 2020 ફેઝ-1નું ક્લીનીકલ ટ્રાયલ શરૂ થયું હતું. 48 વોલંટીયર્સને વેક્સિનના ડોઝ અપાયા હતા.
ઝાયકોવ-ડીનું ફેઝ-2નું ક્લીનીકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરૂ થયું હતું. 24 કલાક ક્લીનીકલ ફાર્મકોલોજીક યુનિટમાં દેખરેખમાં ઝાયકોવ-ડી ફેઝ-2નું 1000 તંદુરસ્ત વોલંટીયર્સ પર સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ.
ઝાયકોવ-ડી લઘુત્તમ બાયોસેફ્ટી જરૂરિયાતો વાળી વેક્સિન રેહેશે. ઝાયકોવ-ડીને સ્ટોરેજ કરવા કોલ્ડ સ્ટોરેજની ઓછી જરૂરિયાત પડશે. વાયરસ મ્યુટેડ થાય તો ઝાયકોવ-ડીને માત્ર 2 સપ્તાહમાં જ મોડીફાય કરી શકાશે.
PM મોદીનો અમદાવાદ ખાતેની મુલાકાતનો હેતુ ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરીને તેની અપડેટ્સ મેળવવાનો છે. આ રસીના પરિક્ષણ કેટલા સમયમાં થશે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે તે મુદ્દે તેઓ CMD પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39kQKBM
0 Response to "અમદાવાદ : પ્રાણી પરના પ્રયોગમાં ઝાયકોવ-ડી અસરકારક પુરવાર થઈ"
Post a Comment