થરાદ પાલિકામાં પ્રમુખ, ઉપ પ્રમુખની ચુંટણીમાં પક્ષ વિરોધી મતદાન કરનાર ત્રણ સભ્યો ગેરલાયક

થરાદ પાલિકામાં પ્રમુખ, ઉપ પ્રમુખની ચુંટણીમાં પક્ષ વિરોધી મતદાન કરનાર ત્રણ સભ્યો ગેરલાયક

મહેસાણા તા.01 નવેમ્બર 2020, રવિવાર

થરાદ નગરપાલિકામાં ગત ઓગસ્ટ મહિનામાં પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણીમાં ભાજપના ૩ સભ્યો પાર્ટીના વ્હીપનો અનાદર કરી પક્ષના ઉમેદવારના વિરોધમાં મતદાન કરનાર સભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. 

થરાદ નગરપાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખની સ્ત્રી સામાન્ય બેઠક તથા ઉપપ્રમુખની પુરૃષ સામાન્ય બેઠક હોઇ ગત તારીખ ૨૫/૮/૨૦ના રોજ નગરપાલિકા હોલમાં યોજવામાં આવી હતી. જેમાં પક્ષ વાર સ્થિતિ જોવામાં આવે તો ભાજપના ૧૨ કોંગ્રેસ ૮ અપક્ષ ૮ સદસ્યો હતા જેમાં પ્રથમ ટર્મમાં ભાજપે અપક્ષના ટેકથી સતા બનાવી હતી. બીજી ટર્મ માટે સામાન્ય સ્ત્રી બેઠક માટે ભાજપ દ્વારા પ્રમુખ તરીકે કોકિલાબેન પ્રજાપતિને તથા ઉપ પ્રમુખ તરીકે હીરાભાઇ રાઠોડને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી જાણકીબેન ઓઝા તથા ઉપપ્રમુખ તરીકે રમેશભાઇ રાજપુતને ઉમેદવાર બનાવામાં આવ્યા હતા. જેમાં આ વખતે કોંગ્રેસના ૮ અપક્ષ ૬ અને ભાજપના ૩ સભ્યોકોંગ્રેસના ઉમેદવારને મત આપતા કોંગ્રેેસના બન્ને ઉમેદવારો વિજય થતા ભાજપની હાર થઇ હતી. જેથી ભાજપના કોકિલાબેન પ્રજાપતિ આગે શહેરી વિકાસને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં ફરિયાદ કરતા ગૃહ નિર્માણ સચિવ એક તરફી અપીલ સાંભળી ભાજપના ૩ સભ્યો કાસમભાઈ ઇમામભાઇ પરમાર કાંતાબેન મનસુખલાલ પડયા નર્મદાબેન અર્જુનભાઈ રાઠોડને નગરપાલિકાના સભ્યપદની ગેરલાયક ઠેરવ્યા હતા. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JrtdV4

0 Response to "થરાદ પાલિકામાં પ્રમુખ, ઉપ પ્રમુખની ચુંટણીમાં પક્ષ વિરોધી મતદાન કરનાર ત્રણ સભ્યો ગેરલાયક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel