અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમણ ના વધે તે માટે પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમણ ના વધે તે માટે પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું


સુરત, તા. 19 નવેમ્બર 2020 ગુરૂવાર

દિવાળીના તહેવાર દરમિયાન લોકોની ભીડના કારણે કોરોના ન કેસોમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમણ ફરી એકવખત વધે શકે તેવી ભીતિ સર્જાઇ છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. 

તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ 8000થી લઇ 9000 સુધીની કોરોના ટેસ્ટિંગ દરરોજ કરવામાં આવી રહી છે. દર રોજ આશરે 150 જેટલા પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે.

71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડ ના ટેસ્ટિંગ આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગીચ વિસ્તાર સહિત ભીડભાડ વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારે કરવામાં આવે છે. સુરત રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન સહિત કુલ 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડ ના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરતના પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ સંખ્યા 7750 જેટલી છે. જેમાંથી 7200 જેટલા બેડ ખાલી છે અને 550 બેડ પર દર્દીઓ ની સારવાર ચાલી રહી છે. 56 ઓક્સિજન પર છે. 10 બાયપેપ અને 5 વેન્ટિલેટર પર છે. 80 ધનવતરી રથ દ્વારા પર ટેસ્ટિંગ કરાઈ રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hdcq7g

0 Response to "અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના સંક્રમણ ના વધે તે માટે પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel