
અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ પર મ્યુનિ તંત્ર એક્શનમાં
અમદાવાદ, તા. 19 નવેમ્બર 2020 ગુરૂવાર
શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ ભીડવાળા વિસ્તારોમાં ખાણીપીણીની જગ્યાઓ પર દરોડા પડાવામાં આવ્યા છે. ત્યારે વાઇડ એન્ગલનું બર્ગર કિંગ બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મણિનગરમાં વધારે ભીડવાળી પાણીપુરીની લારીઓ બંધ કરાવાઈ છે.
શહેરના ભીડવાળા વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ તેમજ ફૂડ્સ સ્ટોલ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા દક્ષિણ ઝોનમાં આવતા વિવિધ વિસ્તારોમાં વધુ ભીડ ધરાવતા પાણી પુરીના ખુમચા બંધ કરાવવામાં આવ્યા તેમજ અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વાઇડ એન્ગલનું બર્ગર કિંગ બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મણીનગર, ઇસનપુર, ઘોડાસર જેવા વિસ્તારમાં વધારે ભીડવાળી પાણીપુરીની લારીઓ બંધ કરાવાઈ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35GnV0z
0 Response to "અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ પર મ્યુનિ તંત્ર એક્શનમાં"
Post a Comment