ભાટ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકનું મોતઃબે ઘાયલ

ભાટ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકનું મોતઃબે ઘાયલ


ગાંધીનગર,તા.02 નવેમ્બર 2020, સોમવાર

ગાંધીનગર ઈન્દિરાબ્રિજ હાઈવે ઉપર ગઈકાલે રાત્રીના સમયે કાર લઈને પસાર થઈ રહેલા મહેસાણા ખેરાલુના પરિવારની કારને અન્ય કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જેમાં સવાર ત્રણ બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં પોલીસની વાન લઈ ગઈ હતી. જયાં સારવાર દરમ્યાન એક બાળકનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે અડાલજ પોલીસે ફરાર થયેલા કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.  

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામે રહેતા અને વકીલાત કરતાં અજયકુમાર હર્ષદભાઈ બારોટ શુક્રવારે તેમની કાર નં.જીજે-ર૪-એએમ-૦૪૩૮ લઈને તેમની પત્નિ નેહા, પુત્રી જહાનવી, પુત્ર નિધય અને ભત્રીજી રીયા સાથે વડોદરા ગયા હતા. જયાંથી ગઈકાલે સાંજે ખેરાલુ જવા પરત નીકળ્યા હતા. જયાં વડોદરાથી તેમનો ભાણો નિરામય તેમની સાથે આવ્યો હતો અને ઠકકરનગરથી પણ અન્ય ભાણો હિતાંશુ પણ તેમની સાથે ખેરાલુ જવા આવ્યો હતો.

તેમની કાર ઈન્દિરાબ્રિજ ક્રોસ કરીને ભાટ કોટેશ્વર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી તે દરમયાન પુરઝડપે આવી રહેલી કારે તેમની કારના બોનેટના ભાગે ટક્કર મારી દીધી હતી. જેથી અજયભાઈ પણ કાર ઉભી રાખીને નીચે ઉતરીને જોયું તો કારનો નંબર જીજે-૦૧-ટીસી-એ-૬૩૯ હતો. આ કારનો ચાલક તેમને જોઈ કાર લઈને નાસી ગયો હતો. ત્યારબાદ તે કાર પાસે આવતાં તેમનો દીકરો નિધય બેભાન થઈ ગયો હતો અને દીકરી જહાનવી અને ભાણા નિરામયને પણ ઈજાઓ પહોંચી હતી.

જેથી ત્યાં પહોંચેલી પોલીસની મોબાઈલ વાન દ્વારા આ ત્રણેય ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન ચાર વર્ષીય નિધયનું મોત નીપજયું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે તેમની ફરીયાદના આધારે અડાલજ પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kVjJPQ

0 Response to "ભાટ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળકનું મોતઃબે ઘાયલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel