વડોદરા ભાજપ પ્રમુખ નિયુક્તિમાં વિવાદ: મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો

વડોદરા ભાજપ પ્રમુખ નિયુક્તિમાં વિવાદ: મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો


વડોદરા, તા. 14 નવેમ્બર 2020 શનિવાર

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતાં ભાજપમાં ભાંજગડ સર્જાઇ હતી તો હવે નવો વિવાદ સર્જાયો છે. જેમાં ડોક્ટર વિજય શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓની રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે નિમણૂક થઈ શકે ખરી તે અંગે વધુ એક વિવાદ સર્જાયો છે જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતાં પ્રમુખ પદ માટે રેસમાં હતા તેવા આગેવાનોમાં સોંપો પડી ગયો હતો એટલું જ નહીં પાંચ ધારાસભ્ય પૈકી ચાર ધારાસભ્ય જે આગેવાનોનું નામ પ્રમુખ માટે ચલાવતા હતા. તેઓનું નામ પણ કપાઈ ગયું હતું જ્યારે ભાજપના પ્રદેશના આગેવાનો અલગ અલગ કાર્યકરના નામ ચર્ચામાં લાવ્યા હતા અને સ્થાનિક કક્ષાએથી પાંચથી છ નામ પ્રદેશ કક્ષાએ પહોંચ્યા હતા તેમાંથી કોઈ પણ એકનું નામ નક્કી થવાની શક્યતાઓ હતી પરંતુ છેલ્લી ઘડીએ ડોક્ટર વિજય શાહનું નામ નક્કી થતા ભાજપ ના આગેવાનોમાં તેમજ ધારાસભ્યોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

જ્યારે વડોદરા ભાજપમાં જે રીતે કાઠીયાવાડી લોબીનું મહત્ત્વ વધી રહ્યું હતું તેને કટ ટુ સાઇઝ કરી સ્થાનિક કક્ષાના આગેવાનને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા ભાજપમાં ભાંજગડ વધી હતી તો હવે બીજી બાજુ ડોક્ટર વિજય શાહની વિરોધી લોબીએ નવો વિવાદ ઊભો કર્યો છે. જેમાં તેઓ ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તો તે ઓની નિમણુક રાજકીય પક્ષના પ્રમુખ તરીકે થઈ શકે ખરી? તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે કેટલાક ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનું છે જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.

રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જો કોઈ સરકારી નોકરી કરતા હોય કે મહત્વનો હોદ્દો ધરાવતા હોય તેવા અધિકારી રાજકીય પક્ષના હોદ્દેદાર થઈ શકે નહીં અને જો કોઈ સરકારી અધિકારી ચૂંટણી લડવા માગતા હોય તો જે તે સંસ્થાનું કે પછી સરકારમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું હોય છે પરંતુ રાજકીય પક્ષના આગેવાન તરીકે કોઈ હોદ્દો મેળવી શકાય નહીં.

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થઈ છે જેઓ હાલ સરકાર સંચાલિત ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે જેથી તેઓ રાજકીય પક્ષના પ્રમુખ તરીકે નિયુક્ત થાય તો તેઓએ ગોત્રી મેડિકલ કોલેજમાંથી રાજીનામું આપી દેવું અને તેઓ રાજીનામું આપે નહીં તો પ્રમુખ પદે રહી શકે નહીં.

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતા નવો વિવાદ સર્જાયો છે જે અંગે ભાજપના જ કેટલાક ધારાસભ્ય અને આગેવાનોએ રાજ્ય સરકારમાં ધ્યાન દોર્યું છે. જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ડોક્ટર વિજય શાહ ગોત્રી મેડિકલ કોલેજ માંથી રાજીનામું આપે છે કે પછી શહેર પ્રમુખ તરીકે રહેશે તે જોવાનું રહે છે.

ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાથી રાજકીય પક્ષમાં હોદ્દો લઈ શકે નહીં: રાજ્ય સરકાર આખરી નિર્ણય કરશે

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવ્યા બાદ ડોક્ટર વિજય શાહ ની નિમણૂક ગોત્રી મેડિકલ કોલેજમાં થઈ હતી અને તેઓ ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ ની નિમણૂક સામે પણ કેટલાક ડોક્ટરોએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી હતી કે તેઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તેથી તેઓ પોસ્ટમોર્ટમ કરી શકે નહીં જેને કારણે ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગ હોવા છતાં તે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાની શરૂઆત આજદિન સુધી થઇ શકી નથી.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહ ની નિમણૂક થયા બાદ એક પછી એક વિવાદો બહાર આવી રહ્યા છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં તેઓ ની નિમણૂક થઈ ત્યારથી કેટલાક ડોક્ટરે તેઓ ની નિમણૂક સામે પણ વિરોધ કર્યો હતો અને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી કરવી જોઈએ નહીં કારણકે ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આપવામાં વિવાદાસ્પદ ભૂમિકા ભજવી શકે તેમ છે તેથી ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા થવી જોઈએ નહીં.

વડોદરાના કેટલાક ડોક્ટરોએ રાજ્ય સરકારમાં આ અંગે અવાર-નવાર રજૂઆતો કરી છે જેથી આજ દિન સુધી ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટર વિજય શાહને ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નિમણૂક આપ્યા પછી પણ ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.

ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટર વિજય શાહ નિયુક્તિ સમયે પણ વિવાદ થયો હતો

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં નિયુક્ત થયેલા ડોક્ટર વિજય શાહ પ્રારંભમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર હતા ત્યારબાદ તેઓનો કોન્ટ્રાક્ટ કાયમી કરવાનો કોઈ ઓર્ડર આવ્યો ન હતો. તેમ છતાં તેઓ ને પગાર ચૂકવાયો હતો. તે સમયે પણ તેમની નિમણૂક અને પગાર બાબતે વિવાદ સર્જાયો હતો ત્યાર બાદ રાજ્ય સરકારે સાત વર્ષ પછી તેઓને કાયમી નિમણૂક આપી હતી. ગોત્રી હોસ્પિટલમાં નિયુક્તિ બાદ પગારનો પણ વિવાદ સર્જાયો હતો



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnGvEl

0 Response to "વડોદરા ભાજપ પ્રમુખ નિયુક્તિમાં વિવાદ: મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel