
67 વર્ષના મહિલાને જન્મ સર્ટિફિકેટ આપો : કોર્ટનો આદેશ
અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગને લોકલ કોર્ટે એક મહત્વનો આદેશ કરતા 67 વર્ષના મહિલાને જન્મનું સર્ટીફીકેટ આપવા આદેશ કર્યો છે.
નોંધપાત્ર બાબત એ જાણવા મળી છે કે આ કીસ્સામાં પોતાની પુત્રીને જન્મનું સર્ટીફીકેટ મળે એ માટે વૃધ્ધ માતા દ્વારા કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રજુઆત અને પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે મ્યુનિ.ને લેટ ફી લઈને માતાની પુત્રીને જન્મનું સર્ટીફીકેટ આપવા આદેશ કર્યો છે.
આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે નેવુ વર્ષની વયના વીરૂબહેન મહેતા દ્વારા તેમના પુત્રી ભાવના બહેનને જન્મનું સર્ટીફીકેટ મળે એ માટે લોકલ કોર્ટ સમક્ષ દાદ માંગવામાં આવી હતી.ભાવના બહેનનો જન્મ વર્ષ-1953માં થયો હતો.પરંતુ એ સમયે જન્મની નોંધણી કરાવવાની રહી ગઈ હતી.
આ તરફ ભાવનાબહેનને પાસપોર્ટ માટે જન્મના સર્ટીફીકેટની આવશ્યકતા ઉભી થતા ભાવના બહેનના સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ,સ્કૂલના લેટર,જનરલ રજીસ્ટર ઉપરાંત એફીડેવિટ સહીતના પુરાવા સાથે તેમના માતા દ્વારા કોર્ટ સમક્ષ રજુઆત કરતા કોર્ટ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવા માન્ય રાખવામાં આવ્યા હતા.
કોર્ટે સી.આર.સી.પી.એકટના સેકસન-269 હેઠળ રજુ કરાયેલા પુરાવા માન્ય રાખીને મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગને એક મહત્વનો આદેશ કરતા ભાવનાબહેનને નિયમ પ્રમાણે ભરવાપાત્ર લેટ ફી લઈને જન્મનું સર્ટીફીકેટ આપવા આદેશ કર્યો છે.
નોંધણી અંગે નિયમ શું છે?
બર્થ એન્ડ ડેથ રજીસ્ટ્રેશન એકટ-1969 હેઠળ જન્મ કે મરણની નોંધ 21 દિવસની અંદર કરાવવી ફરજીયાત છે.એ પછી નોંધ કરાવાય તો બે રૂપિયા લેટ ફી લેવાય છે.એક વર્ષ બાદ નોંધણી કરાવાય તો પાંચ રૂપિયા અને એક વર્ષથી વધુનો સમય પસાર થઈ ગયો હોય અને નોંધણી કરાવાય તો લેટ ફી દસ રૂપિયા વસુલવાની સાથે લોકલ કોર્ટની પરમીશન પણ જરૂરી બનતી હોય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32BjUs7
0 Response to "67 વર્ષના મહિલાને જન્મ સર્ટિફિકેટ આપો : કોર્ટનો આદેશ"
Post a Comment