પાટણમાં રિક્ષામાં 4થી વધુ મુસાફરો ભરનાર 47 રિક્ષા ચાલકો સામે ફરિયાદ

પાટણમાં રિક્ષામાં 4થી વધુ મુસાફરો ભરનાર 47 રિક્ષા ચાલકો સામે ફરિયાદ

પાટણ,તા.29 નવેમ્બર 2020, રવિવાર

પાટણ શહેરના વર્તમાન કોરોનાકાળની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાટણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્ર દ્વારા વાહનોમાં નિયત સંખ્યા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવતા હોવાથી સંક્રમણ ચેપ લાગવાની શક્યતા હોવાથી પોલીસ તંત્રએ આ રીતે મુસાફરો ભરતા વાહનો ખાસ કરીને રિક્ષાઓ ઉપર વિશેષ તવાઈ આણી છે. જોકે અન્ય ખાનગી વાહનોમાં સૌથી વધુ ભીડ ભેગી કરાય છે છતાં તેની પર તંત્રની રહેમનજર છે. જ્યારે રિક્ષાઓને દંડાવાનો વારો આવી રહ્યો છે.

ગઈકાલે શુક્રવારે પાટણ શહેરના બંને પોલીસ સ્ટેશનના શહેરના જુદા જુદા વિસ્તારમાં આડેધડ અને ચાર કરતાં વધુ મુસાફરો ભરાતા સંખ્યાબંધ રિક્ષા અને વાહનોને ડીટેઈન કરીને તેમની સામે આઈપીસીનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યા હતા. પાટણ એ ડીવીઝન પોલીસે ૨૦ વાહનો તથા બી ડીવીઝન પોલીસે ૨૩ મળી ૪૩ જેટલા વાહનચાલકો સામે ગુનો નોંધ્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jnlpnr

0 Response to "પાટણમાં રિક્ષામાં 4થી વધુ મુસાફરો ભરનાર 47 રિક્ષા ચાલકો સામે ફરિયાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel