ઝહીર રાણાની 24 લાખના છેતરપિંડીના કેસમાં અટક

ઝહીર રાણાની 24 લાખના છેતરપિંડીના કેસમાં અટક


અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર

એકના ડબલ કરવાની સ્કિમ હેઠળ અનેક લોકોને લાખોનો ચુનો ચોપડનારા ઝહીર રાણાની એલિસબ્રિજ પોલીસે અટક કરી છે. રાણા અને તેના સાગરીતે ડુપ્લેક્સ આપવાની લાલચ આપીને પાલડીના રહેવાસી સાથે 24 લાખની છેતરપિંડી કરી હતી.જેમાં પોલીસે તેની અટક કરી હતી. રહેવાસીએ પૈસા પરત માંગતા તેને મુબઈથી સોપારી આપીને મારી નંખાવવાની ધમકી પણ આપી હતી.

સીઆઈડી ક્રાઈમે ઝહીર રાણાની અટક કરીને એલિસબ્રિજ પોલીસને સોંપ્યો હતો. આ કેસની વિગત મુજબ પાલડીમાં રહેતા જનકસિંહ કે.પરમારનો સંપર્ક 2012માં ઝહીર રાણા તથા સૌરભ એમ.નાંયગાંવકર સાથે થયો હતો.ઝહીર અને સૌરભે તેમની નારોલમાં શાંતિ ડેવલોપર્સના નામે લક્ઝરી ડુપ્લેક્સની સ્કિમ હોવાનું તથા ભવિષ્યમાં તેના સારા પૈસા મળશે, એવી લાલચ જનકસિંહને આપી હતી.

આથી જનકસિંહે તેમની પત્ની અને ભત્રીજા સહિત ત્રણ ડુપ્લેક્સ નોંધાવી કુલ રૂ.24 લાખ આરોપીઓને આપ્યા હતા. દરમિયાન જનકસિંહને જાણવા મળ્યું હતું કે લોકો સાથે છેતરપિંડીના કેસમાં ઝહીર રાણા વોન્ટેડ છે. તે સિવાય આરોપીઓએ શંતી લક્ઝુરિયસ ડુપ્લેક્સના ખોટા બેનરો ઢપાવીને તેનો દુરૂપયોગ કર્યો હતો.

આથી જનકસિંહે સૌરભ નાયગાંવકરનો સંપર્ક કરતા તેણે પૈસા પરત કરી દેવાની ખાતરી આપી હતી. જોકે તેણે જનકસિંહને અન્ય મેમ્બરોને જાણ કરશો તો મુબઈથી સોપારી અપાવીને જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી. જેને પગલે જનકસિંહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝહીર રાણાએ એકના ડબલની સ્કિમ શરૂ કરીને એનેક લોકો પાસેથી લાખોની રકમ લઈને છેતરપિંડી કરીહતી. જેમાં તેને જેલની સજા પણ થઈ હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GqK5dt

0 Response to "ઝહીર રાણાની 24 લાખના છેતરપિંડીના કેસમાં અટક"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel