અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી 18 કિલો ગાંજો મળ્યો

અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી 18 કિલો ગાંજો મળ્યો


અમદાવાદ, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

કાલુપુર રેલ્વે સ્ટેશન પર અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલ્વે પોલીસને રૂ.1,10,100 ની કિંમતનો 18 કિલો 350 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ બનાવમાં આરોપી ઝડપાયા ન હતા.

જ્યારે સાણંદમાં કારમાં લઈ જવાતા 9 કિલો 891 ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સની અટક કરી હતી. આ ગાંજો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

પ્રથમ બનાવની વિગત મુજબઅમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ-6ના કોરીડોર પાસેથી પોલીસને બે ટ્રોલી બેગ મળી આવી હતી.

પોલીસે બન્ને બેગની તપાસ કરતા અંદરથી 18 કિલો 350 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં કોઈ શખ્સ ગેરકાયદે રીતે નશીલા પદાર્થ ભરેલી ટ્રોલીઓ ટ્રેનમાં મુકી હોવાનું બહાર આવ્યું હતું. જોકે આરોપીનો પતો ન લાગતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં સાણંદ પોલીસે સાણંદ થોળ રોડ અણદેજ ગામ પાસે માહિતીને આધારે મારૂતી કાર અટકાવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા પાછલી સીટમાં બેગમાંથીરૂ.98,910 ની કિંમતનો 9 કિલો 891 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કારચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ રાજમલ મુલાજી ગુર્જર (31) અનેરાજસ્થાનના ભીલવાડાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પુછપરછમાં તેણે ગાંજાનો આ જથ્થો ભીલવાડાના સુરેશ તૈલીએ આપ્ય હોવાનું તથા થોળ અને સાણંદની વચ્ચે અણદેજ ગામના પાટીયા પાસે તેમનો માણસ આવીને ગાજાનો જથ્થો લઈ જશે, એમ જણાવ્યું હતું. સાણંદ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GlTtyS

0 Response to "અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી 18 કિલો ગાંજો મળ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel