
NEETના આધારે ફાર્મસીમાં 5 ટકા અનામત બેઠકોમાં પ્રવેશ વિલંબિત
અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર
નીટના આધારે ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પાંચ ટકા બેઠકો રાજ્યના અને રાજ્ય બહારના વિદ્યાર્થી માટે અનામત રખાઈ છે ત્યારે નીટ પરિણામનો ડેટા એજન્સીમાંથી પ્રવેશ સમિતિને ન મળતા 61 બેઠકો પર પ્રવેશ હજુ પણ વિલંબિત થાય તેમ છે.બીજા રાઉન્ડમાં પણ 350 જેટલા વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયા તેમ નથી.
સરકારે ઈજનેરીમાં જે રીતે જેઈઈ આપનારા રાજ્યના અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓ માટે સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં 5 ટકા બેઠકો અનામત રાખી છે તે રીતે ફાર્મસીમાં પણ નીટ આધારે પ્રવેશ માટે 5 ટકા બેઠકો અનામત રખવામા આવી છે.
ફાર્મસીની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 5 ટકા મુજબ 61 ટકા બેઠકો નીટ આધારે પ્રવેશમાટે અનામત રખાઈ છે. ફાર્મસીમાં ગુજકેટના આધારે પણ પ્રવેશ મળે છે પરંતુ માત્ર નીટ આપી હોય અને ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હોય તેવા 350 જેટલા વિદ્યાર્થી છે.
આ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવી શકાયો નથી.નીટનું પરિણામ તો આવી ગયુ છે પરંતુ એનટીએમાંથી નીટ રીઝલ્ટ ડેટા ન મળતા આ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરી શકાયુ નથી.જેથી બીજા રાઉન્ડમાં પણ આ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાશે નહી અને નીટ સિવાય ગુજકેટના આધારે રજિસ્ટર્ડ અને મેરિટમા સમાવિષ્ટ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kBD744
0 Response to "NEETના આધારે ફાર્મસીમાં 5 ટકા અનામત બેઠકોમાં પ્રવેશ વિલંબિત"
Post a Comment