
JEE એડવાન્સમાં અમદાવાદ 'એડવાન્સ' દેશના ટોપ 100 રેન્કમાં 6 વિદ્યાર્થી
અમદાવાદ, તા. 5 ઓક્ટોબર, 2020, સોમવાર
દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ છે.જેમાં દેશના ટોપ 100 રેન્કમાં અમદાવાદના 6 વિદ્યાર્થીએ બાજી મારતા અમદાવાદ આ વર્ષે એડવાન્સ રહ્યુ છે.જ્યારે અમદાવાદના 6 સહિત ગુજરાતમાંથી અંદાજે 7થી વધુ વિદ્યાર્થી દેશના ટોપ 100માં આવ્યા છે.ગુજરાતનું પરિણામ આ વર્ષે ઘણુ સારૂ રહ્યુ છે.
ગુજરાતમાંથી આ વર્ષે ટોપ 100માં રેન્કર્સ વધ્યા છે.જો કે ગુજરાતમાંથી આ વર્ષે રેન્કર્સ વધ્યા છે પરંતુ ઓવરઓલ ક્વોલિફાઈંગ સ્ટુડન્ટસ અને આઈઆઈટીમાં પ્રવેશ માટે લાયક વિદ્યાર્થી ગત વર્ષની સરખામણીએ જોઈએ તેટલા વધ્યા નથી.
દેશમાં હાલ 23 ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) આવેલી છે.જેમાં આ વર્ષે બેઠકો વધતા 13 હજારથી વધુ સીટ ઉપલબ્ધ થનાર છે.જેના પર પ્રવેશ માટે જેઈઈ મેઈન બાદ આઈઆઈટી દિલ્હી દ્વારા ગત 27મી સપ્ટેમ્બરે જેઈઈ એડવાન્સ પરીક્ષા લેવાઈ હતી.
કોરોનાને લીધે અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રાહ જોવાને બદલે અન્ય જગ્યાએ પ્રવેશ લેવાનું વિચારતા મેઈનમાં ક્વોલિફાઈ થનારા 2.40 લાખથી વધુ વિદ્યાર્થીમાંથી 1.6 લાખ જેટલા વિદ્યાર્થીએ જ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 1.50 લાખથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.ગુજરાતમાંથી પણ પરીક્ષા આપનારા ઘટતા 5 હજારથી વધુએ પરીક્ષા આપી હતી.
આજે જાહેર થયેલા રિઝલ્ટ મુજબ સમગ્ર દેશમાં 43, 204 વિદ્યાર્થીઓને રેન્ક આપી ક્વોલિફાઈ કરવામા આવ્યા છે.જેમાં ગુજરાતની વાત કરીએ તો અંદાજે 600થી 700 વિદ્યાર્થી આ વર્ષે ક્વોલિફાઈ થયા છે.
જો કે આઈઆઈટી પ્રવેશ માટે રેન્ક મુજબ લાયક થનારા વિદ્યાર્થી ગુજરાતમાંથી 350 જેટલા હોવાનો અંદાજ છે. અમદાવાદમાંથી આ વર્ષે ક્વોલિફાઈ થનારા 350થી વધુ વિદ્યાર્થીઓ છે જ્યારે આઈઆઈટી પ્રવેશ માટે ક્વોલિફાઈ થનારા 130થી વધુ વિદ્યાર્થીઓ છે.
આ વર્ષે ગુજરાતમાંથી ટોપ 100,ટોપ 500 અને ટોપ 1000થી લઈને ટોપ 10,000 સુધીના રેન્કમાં વિદ્યાર્થી વધતા ઓવરઓલ પરિણામ ગુજરાતનું ઘણુ સારૂ કહી શકાય તેવુ છે.ગુજરાતમાંથી રેન્કર્સ પણ વધ્યા છે.ગત વર્ષે 4 વિદ્યાર્થી ટોપ 100માં હતા જ્યારે આ વર્ષે 7થી વધુ છે.અમદાવાદનો હર્ષ શાહ દેશમાં 11માં રેન્ક સાથે ગુજરાતમાં પ્રથમ આવ્યો છે.
અમદાવાદની વિદ્યાર્થિની મુંબઈ ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ
અમદાવાદની વિદ્યાર્થિની નિયતિ મહેતાએ જેઈઈ મેઈન બાદ એડવાન્સમાં પણ સારો સ્કોર મેળવતા તે મુંબઈ ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં ટોપ પર આવી છે.નિયતિ મહેતાએ જેઈઈ મેઈનમાં 120મો રેન્ક મેળવ્યો હતો અને દેશમાં ગર્લ્સ કેટેગરીમાં તે ટોપ પર આવી હતી.
અમદાવાદના ટોપર્સ (રેન્ક)
હર્ષ શાહ 11
શ્રેય બાવીસી 55
નિયતિ મહેતા 62
પુજન સોજિત્રા 64
પાર્થ શાહ 76
ધુ્રવ મારૂ 99
વડોદરાના ટોપર્સ (રેન્ક)
નિસર્ગ ચઢ્ઢા 16
ઉત્સવ મહેતા 252
પ્રાંશુ શાહ 543
વેદાંત શાહ 695
સુરતના ટોપર્સ (રેન્ક)
નમન ગોયલ 170
કૃતિક માલાણી 181
હાર્દિક પંચાલ 202
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F3yxfo
0 Response to "JEE એડવાન્સમાં અમદાવાદ 'એડવાન્સ' દેશના ટોપ 100 રેન્કમાં 6 વિદ્યાર્થી"
Post a Comment