પક્ષપલટુ બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજાને IASનું પ્રમોશન

પક્ષપલટુ બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજાને IASનું પ્રમોશન


અમદાવાદ, તા. 10 ઓક્ટોબર, 2020, શનિવાર

કોંગ્રેસીઓ માટે કમલમમાં દ્વાર બંધ છે તેવા જાહેરસભામાં હાકોટા પડાય છે. બીજી તરફ, ભાજપ જ પક્ષપલટુઓ સાથે રાજકીય સોદા પાર પાડી પ્રોત્સાહન આપે છે.

ગઇકાલે રાજ્યના ગેસકેડરના 11 ઉચ્ચ અિધકારીઓને આઇએએસનું પ્રમોશન આપવામાં આવ્યુ હતુ જેમાં ખેડા જિલ્લાના અિધક કલેકટર રમેશ મેરજાનો ય સમાવેશ થાય છે. હકીકતમાં પક્ષપલટા વખતે બ્રિજેશ મેરજાએ રાજકીય સોદો કર્યો હતોકે, તેમના ભાઇ રમેશ મેરજાને આઇએએસનું પ્રમોશન મળે . રમેશ મેરઝાને આઇએએસનું પ્રમોશન આપી ભાજપે પક્ષપલટા વખતે બ્રિજેશ મેરજાને આપેલુ વચન પાળી દેખાડયું છે. 

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ ભાજપના ઇશારે રાજીનામુ ધરી દીધુ હતું.  પાટીદાર આંદોલનથી માંડીને અત્યાર સુધી ભાજપને ગાળો ભાંડનારાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ અચાનક જ કેસરિયો ખેસ પહેરી નક્કી કરી લીધુ હતું. મતવિસ્તારમાં વિકાસના કામોના બહાને બ્રિજેશ મેરજાએ પક્ષપલટો કરવા નક્કી કર્યુ હતું.

વાસ્તવમાં સૂત્રોનું કહેવુ છેકે, બ્રિજેશ મેરજાએ ભાજપ સાથે બે શરત સાથે રાજકીય સોદો કર્યો હતો. બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજા ખેડા જિલ્લાના અિધક કલેકટર હતા ત્યાકે ઇન્કવાયરી ચાલી રહી હતી . આ તપાસ જે આઇએએસની કારકિર્દીમાં રોડો બની રહી હતી પરિણામે આ તપાસનુ ફિંડલુ વાળીને આઇએએસનું પ્રમોશન આપવામાં આવે તેવી શરત મૂકાઇ હતી. તેવી ચર્ચા ચાલી રહી છે.

રાજ્ય સરકારે 11 અિધક કલેકટર સહિતના અિધકારીઓની યાદી યુપીએસસીનેમોકલી આપી હતી જેના પર હવે મહોર વાગી છે.આ 11 અિધકારીમાં પક્ષપલટુ બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજાનો ય સમાવેશ કરાયો છે. ટૂંકમાં પક્ષપલટુના ભાઇને આઇએએસ બનાવી ભાજપ સરકારે પણ વચન નિભાવ્યુ છે.

હવે આજકાલમાં દિલ્હીથી પેટાચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે જેમાં બ્રિજેશ મેરજાની મોરબીની ટિકીટ ફાઇનલ છે. આમ, મોરબીની ટિકીટ અને ભાઇને આઇએએસનુ પ્રમોશન આપવાની શરત પાળી ભાજપ પક્ષપલટુઓના મનગમતા વચનો પૂર્ણ કરી રહી છે જયારપક્ષ માટે પરસેવો પાડનારાં સંનિષ્ઠ કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવાયાં છે. કદાચ એટલે જ ભાજપમાં હવે પક્ષપલટુઓનો  જ દબદબો રહ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SLyisO

0 Response to "પક્ષપલટુ બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજાને IASનું પ્રમોશન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel