ડીસા-ભાખરમાં મુકબધિર કિશોરી ઉપર બળાત્કાર બાદ ગળું કાપીને હત્યા

ડીસા-ભાખરમાં મુકબધિર કિશોરી ઉપર બળાત્કાર બાદ ગળું કાપીને હત્યા


ડીસા, દાંતીવાડા, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

ડીસા તાલુકાના ભાખર ગામની સીમમાંથી શુક્રવાર સાંજે રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી મુકબધીર સગીરાનું ગળુ કાપી ધડથી માથુ 20 ફુટ દૂરથી મળી આવ્યું હતુ. જોકે સગીરી પર એંકાંતમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને ડોગ સ્કવોડ તેમજ એફએસએલની ટીમોએ આરોપીનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી હતી. 

છેલ્લે એક મોટરસાઈકલ ઉપર આ કિશોરીને બેસાડી યુવક લઈ જતો હોવાનું સીસીટીવી કેમેરાના ફુટેઝમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે. તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી નીતિન માળીને ઝડપી લીધો હતો.

ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતી 11 વર્ષીય મુકબધીર કિશોરી ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થઈ હતી. ત્યારે તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી કિશોરીની કોઈ જ ભાળ ન મળતાં તેના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી.

જોકે તપાસ દરમિયાન મોડી રાત્રે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મુકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો અજાણ્યો યુવક દેખાયો હતો. જ્યારે આજે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ભાખર ગામ પાસે અવાવરૂ પહાડી વિસ્તારમાંથી આ કિશોરીની ક્ષતવિક્ષત હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા જ ચકચાર મચી જવા પામી હતી. 

આ બનાવને પગલે દાંતીવાડા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં આ કિશોરી ગળુ કાપી ધડથી માથુ 20 ફૂટ દૂર ફેંકી દીધેલી હાલતમાં નજરે પડી હતી. જેથી પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

ડોગ સ્કોડ અને એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીએ મુકબધિર કિશોરીને એકાંત જગ્યામાં લઈ જઈ તેની ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પોતાનું પાપ છુપાવવા તેણીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે.

હત્યારાને ફાંસીની સજા કરવા પરિવારની માંગણી

કિશોરીની ઘાતકી હત્યાના સમાચાર મળતા જ ડીસાના ધારાસભ્ય, મહિલા આયોગના સભ્ય ર્ડા.રાજુલબેન દેસાઈ સહિત માળી સમાજના આગેવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે મુકબધીર કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની ઉપર બળાત્કાર કરી હત્યા કરનાર શખસને ફાંસીની સજા થાય તેવી માંગણી તેના પરિવારજનોએ કરી હતી.

આરોપીએ કિશોરીનું ગળું કાપી ધડથી અલગ કરી દીધું

ઘટના સ્થળે આ કિશોરી ગળુ કાપી ધડથી માથુ 20 ફૂટ દૂર ફેંકી દીધેલ હાલતમાં નજરે પડી હતી. જેના કારણે આ સ્થળે એકઠા થયેલા લોકોમાં અરેરાટી સાથે હત્યારા પ્રત્યે ફીટકારની લાગણી ફેલાઈ હતી.પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

સીસીટીવી ફુટેજના આધારે તપાસ   

પોલીસે સીસીટીવી ફૂટેઝ તેમજ સાંયોગીક પુરાવાઓને આધારે તપાસ હાથ ધરી હતી. અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપી નીતિન માળી નામના યુવકની અટકાયત કરી હતી. આ યુવકે મુકબધિર બાળકીનું અપહરણ કરીને ભાખર ગામ નજીક લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે તેણીનું ગળું કાપી હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nUYxv0

0 Response to "ડીસા-ભાખરમાં મુકબધિર કિશોરી ઉપર બળાત્કાર બાદ ગળું કાપીને હત્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel