પાલનપુરમાં પેઈન ગેસ્ટમાં રહેતી યુવતિ સાથે આધેડે દુષ્કર્મ આચર્યું

પાલનપુરમાં પેઈન ગેસ્ટમાં રહેતી યુવતિ સાથે આધેડે દુષ્કર્મ આચર્યું

પાલનપુર,તા.21 ઓક્ટોબર 2020, બુધવાર

પાલનપુરમાં માતા અને નાની બહેન સાથે છ માસથી રહેતી ડીસાની એક યુવતિને મિત્ર તરીકે પાલનપુરમાં આશ્રય આપ્યા બાદ તેના ઉપર મકાન માલિક દ્વારા બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પિડીતાની એકલતાનો લાભ ઉઠાવી તેના પરિવારને પાલનપુરમાં આશ્રય આપનાર એક સંતાનના પિતાએ એક મહિનામાં ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો અને બનાવ અંગે કોઈને કહીશ તો મારી નાખવાની તેમજ મકાન ખાલી કરાવવાની ધમકી આપવામાં આવતા પિડીતાએ પોતાની આબરૃ લેનાર શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

ડીસાની એક કોલોનીમાં પોતાની માતા અને નાની બહેન સાથે રહેતી એક ૨૧ વર્ષીય ુયવતિના પરિચિતથી પરિચયમાં આવેલા પાલનપુરની સંસ્કૃત સોસાયટીમાં રહેતા અરૃણ કીર્તિભાઈ જોષી ડીસામાં યુવતિના ઘરે આવતા જતા હતા. આ યુવતિને તેની પત્ની તરીકેનુ સુખ આપવા અને મિત્ર તરીકે રાખવાનું કહેતા યુવતિના કોઈ સગા ડીસામાં રહેતા ન હોઈ ૨૧ વર્ષીય યુવતિ માતા અને બહેન સાથે પોતાની ઉંમરની પુત્રી ધરાવતા અરૃણ જોષીના પાલનપુર ખાતે આવેલ સદરપુર ચોકડી પાસેની સોસાયટીના મકાનમાં રહેવા આવી હતી. દરમિયાન મકાન માલિક યુવતિ રહેતી હતી તે મકાને અવાર નવાર આવીને યુવતી સાથે ખરાબ શબ્દોમાં ચેસ્ટા કરતો હતો. પરંતુ યુવતિના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે મકાન માલિકની કુચેસ્ટાને મુંગા મોંએ સહન કરતી હતી. દરમિયાન ઓક્ટોબર મહિનામાં યુવતિની માતા તેની માસીના ઘરે ગઈ હોય અને નાની બહેન પંજાબ ગઈ હોય આ યુવતી ઘરે એકલી હોઈ મકાન માલિક અરૃણ જાષીએ યુવતિની એકલતાનો લાભ ઉઠાવી અલગ અલગ ત્રણ દિવસે યુવતિ ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. તેની પાપ લીલા વિશે કોઈને કહીશ તો મારી નાખવાની તેમજ મકાન ખાલી કરાવવાની ધમકી આપી હતી. બાદમાં પંજાબ ગયેલી યુવતિની નાની બહેન ઘરે આવતા પીડિતાએ તેની સમક્ષ આપવીતી જણાવતા દુષ્કર્મ ગુજારનાર મકાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની હિંમત આપતા પીડિત યુવતિએ પોતાની સાથે બળાત્કાર આચરનાર અરૃણ કીર્તિભાઈ જોષી વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ohuWvV

0 Response to "પાલનપુરમાં પેઈન ગેસ્ટમાં રહેતી યુવતિ સાથે આધેડે દુષ્કર્મ આચર્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel