અમીરગઢના વિરમપુર ગામે સાત દિવસમાં આરોપીઓ પકડવા ગામલોકોનું અલ્ટિમેટમ

અમીરગઢના વિરમપુર ગામે સાત દિવસમાં આરોપીઓ પકડવા ગામલોકોનું અલ્ટિમેટમ

અમીરગઢ તા.07 ઓક્ટોબર 2020, બુધવાર

અમીરગઢ તાલુકાના વિરમપુરમાં પશુઓની ચોરીને લઇ પશુપાલકોએ રસ્તા રોકો આંદોલન છેડયું હતું જે તંત્રની સમજાવટ બાદ સાત દિવસના અલ્ટીમેટમ સાથે હાલ પુરતું સંકેલવામા આવેલ હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. 

વિરમપુરમાં પશુપાલકોને પશુધનની ચોરીઓ થતા ફરિયાદ કરેલ હોવા છતાં આરોપીઓ પકડાયા ન હતા અને પશુઓની ચોરીઓના બનાવોમાં વધારો થઇ રહ્યો હતો. આથી પશુપાલકોના જીવનની પુંજી સમાન પશુધન આ રીતે ચોરાઇ જતા મુસ્કેલીમાં મુકાયેલ લોકો રોષે ભરાયા હતા. અને તંત્ર વિરૃધ્ધ દેખાવ કરવા માટે રોડ પર ઉતરી આવ્યા હતા. જેમાં રસ્તાઓ બ્લોક કરી વાહન વ્યવહાર ઠપ કરીને રસ્તા પર બેસી રસ્તા રોકો આંદોલન કરેલ હતું. જેમાં વિરમપુર વિસ્તારના પચીસ ગામડાઓના લોકો આંદોલનમાં જોડાયા હતા.

પશુપાલકોની સાથે વેપારીઓ પણ બજારો બંદ રાખી સહકાર આપી વિરોધ દર્શાવ્યો હતો. પશુપાલકોઆ રીતે રસ્તા રોકો આંદોલન કરતા તંત્ર સફાળું જાગ્યું હતું. અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિરમપુર દોડી આવ્યા હતા. અને વિફરેલા પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ કરતા અંતે સરતી આંદોલન સમેટયું હતું. આદોલન સમેટાવાની સરત મુજબ સાત દિવસમાં ચોરાયેલા પશુઓની સાથે આરોપીઓને પકડી કડક સજા કરવી અને જો સાત દિવસમાં તંત્ર તેઓની સરત મુજબ કાર્યવાહી નહીં કરે તો એકવાર ફરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આદિવાસી પશુપાલકોએ તંત્રને આપેલ હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nsC4oT

0 Response to "અમીરગઢના વિરમપુર ગામે સાત દિવસમાં આરોપીઓ પકડવા ગામલોકોનું અલ્ટિમેટમ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel