
જામનગરમાં બે નિવૃત્ત જમાદારના પુત્રો દ્વારા ચલાવાતો ક્રિકેટનો ડબ્બો ઝડપાતાં ભારે દોડધામ
જામનગર, તા. 5 ઓક્ટોબર 2020 સોમવાર
જામનગરમાં રામેશ્વરનગર નજીક કે. પી. શાહની વાડી વિસ્તારમા એક નિવૃત પોલીસ જમાદારના રહેણાંક મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે અને જુદાજુદા બે નિવૃત્ત જમાદારના પુત્ર ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા હોવાની બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈ કાલે મોડી સાંજે દરોડો પાડી બંને નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબજે કર્યું છે, જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનારા મુખ્ય ત્રણ બુકીઓને ફરારી જાહેર કરાયા છે.
ઉપરાંત તેઓ સાથે મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમનારા અલગ-અલગ બેતાલીસ જેટલા પંટરો ને પણ આ દરોડામાં ફરારી જાહેર કરાયા છે. ક્રિકેટનો મોટો ડબ્બો ડબ્બો ઝડપાતાં જામનગરના ક્રિકેટ સટોડિયાઓ માં ભારે હડકંપ મચી ગયો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગર માં રામેશ્વર નગર નજીક કેપી શાહની વાડીમાં રહેતા નિવૃત્ત પોલીસ જમાદાર કિરીટસિંહ બળવંતસિંહ ગોહિલ ના પુત્ર અશોક સિંહ ગોહિલ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં આઇપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ ક્રિકેટના સટ્ટામાં તેની સાથે અન્ય એક નિવૃત્ત પોલીસ કર્મચારી ઘનુભા ચનુભા જાડેજા નો પુત્ર વિજયસિંહ પણ મદદ કરાવી રહ્યો છે, અને ભાગીદારીમાં ડબ્બો ચલાવવામાં આવે છે.
જે ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈકાલે રાત્રે દરોડો પાડ્યો હતો, અને રહેણાંક મકાનમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડી પાડ્યું હતું. એલસીબીની ટીમે દરોડો પાડયો હતો, તે દરમિયાન બંને નિવૃત્ત પોલીસ કર્મી ના પુત્રો પોતાના મોબાઇલ ફોન અને ટેલિવિઝન- લેપટોપ વગેરેની મદદથી અન્ય ગ્રાહકો સાથે આઈપીએલની મેચ નિહાળી ને ક્રિકેટના રન ફેર નો સટ્ટો રમાડી રહેલા નજરે પડ્યા હતા.
જેથી એલસીબીની ટીમે ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી 1 નંગ લેપટોપ, રૂપિયા 18 હજારની રોકડ રકમ, ટેલિવિઝન સેટ, છ નંગ મોબાઇલ ફોન વગેરે મળી રૂપિયા એક લાખ 16 હજારની માલમતા કબજે કરી હતી.
આ ઉપરાંત અશોકસિંહ તેમજ વિજયસિંહ ની પૂછપરછના આધારે તેઓ જામનગરના જ અન્ય ત્રણ બુકીઓ વિજય સિંહ રાયજાદા, ચીકુ ભાઈ, અને મોન્ટુ ભાઈ, નામના અન્ય ત્રણ બુકીઓ પાસે કપાત કરાવતા હતા. જેથી ત્રણેય બુકીઓને આ પ્રકરણમાં ફરારી જાહેર કરાયા છે.
સાથોસાથ બંને સખ્શો જામનગર શહેરના જુદા જુદા 42 જેટલા પંટરો સાથે ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાનું લેપટોપ અને મોબાઇલ ફોનની કોલ ડિટઇલ ના આધારે ધ્યાનમાં આવ્યું હતું.
જેથી એલસીબીની ટીમે અન્ય 42 પંટરો હિતુ, ઇમરાન, ઇગલ, 19 નંબર, મયુર, લલિત, એક નંબર, નવ નંબર, 32 નંબર, મોગલી, ભાગ્યરાજ, યુવરાજસિંહ, પ્રિન્સ, અકબર, અલી, અંકુર, બરોડા, ભાવ, ચેતન, ચિરાગ, દીપેશ, જયદીપ, કે-1, કે-2, કલ્પેશ, કરણ-1, કરણ-2, સુરજ- કે, હબીબ, મુન્શી, વિનોદ-7, એચ. એચ. એચ., એચ. પી., રાજવી, રવિ, પકોડી, રાણા-7, વાંકાનેર-2, વાંકાનેર-5, રાહુલ- કે., દર્શન પરમાર-મોરબી, વિક્રમસિંહ ચુડાસમા-માણાવદર અને યુવરાજસિંહ ઝાલા- વાંકાનેર ને પણ ફરારી જાહેર કરાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HWEtIi
0 Response to "જામનગરમાં બે નિવૃત્ત જમાદારના પુત્રો દ્વારા ચલાવાતો ક્રિકેટનો ડબ્બો ઝડપાતાં ભારે દોડધામ"
Post a Comment