ડૉક્ટરો-તબીબી શિક્ષકોને ડબલ પ્રમોશન : વિવાદિત નિર્ણયથી રોષ

ડૉક્ટરો-તબીબી શિક્ષકોને ડબલ પ્રમોશન : વિવાદિત નિર્ણયથી રોષ


તા. 6 ઓક્ટોબર, 2020, મંગળવાર

તાજેતરમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુરત મેડિકલ કોલેજના ડીનને પરિપત્ર કરી ડબલ પ્રમોશન આપવા બાબતે શિક્ષકોના નામ મંગાવવામા આવ્યા હતા.સરકાર દ્વારા કોરોના સંદર્ભે કેટલાક ડોક્ટરોને ડબલ પ્રમોશન આપવાને લઈને નિર્ણય કરાયો  હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ મુદ્દે હાલ તબીબી શિક્ષકો-ડોક્ટર આલમમાં રોષ પણ ફેલાયો છે અને વિવાદ પણ ઉભો થયો છે.

સરકારી મેડિકલ કોલેજોમાં  તબીબી શિક્ષકોને છેલ્લા ઘણા સમયથી ડિપાર્ટમેન્ટલ પ્રમોશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ખાતાકીય બઢતી પણ હજુ સુધી પુરી થઈ નથી ત્યારે હવે સરકારના ડબલ પ્રમોશનના પરિપત્રને લઈને નવો વિવાદ ઉભો થયો છે.

પહેલેથી સીનિયર તબીબી શિક્ષકો-ડોક્ટરોમાં ખાતાકીય બઢતીને લઈને સરકાર સામે રોષછે ત્યારે હાલ શિક્ષકો-ડોક્ટરોમાં ડબલ પ્રમોશનની વિચારણાને લઈને ગણગણાટ અને આંતરિક રોષ ફેલાયો છે. એવી પણ ફરિયાદ ઉઠી છે કે કોરોનાની ડયુટી મોટા ભાગના તમામ ડોક્ટરોએ કરી છે ત્યારે કેટલાકને જ ખાસ કિસ્સામાં ડબલ પ્રમોશન આપવાની તજવીજ આંતરિક રાહે ચાલી રહી છે.

સુરત અને અમદાવાદની સરકારી મેડિકલ કોલેજોમાં આ માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તબીબી શિક્ષકોના નામો -ડોક્યુમેન્ટસ મંગાવવામા આવ્યા છે.આ મુદ્દે આગામી સમયમાં મોટો વિવાદ ઉભો થાય તેમ છે અને બીજી બાજુ પેરામેડિકલના શિક્ષકોમાં પણ  કોરોના ડયુટી સામે પ્રમોશન આપવાની તેમજ પાંચ વર્ષના પ્રોબેશન પીરીયડ પરના તબીબી શિક્ષકોમાં પણ બે વર્ષે કોરોના ડયુટી સામે કાયમી કરવાની માંગો ઉઠી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34A3nVT

0 Response to "ડૉક્ટરો-તબીબી શિક્ષકોને ડબલ પ્રમોશન : વિવાદિત નિર્ણયથી રોષ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel