જામનગરઃ જોડીયા તાલુકાના હડીયાણા ગામ પાસેથી લાયસન્સ વગરની પિસ્તોલ સાથે યુવક ઝડપાયો

જામનગરઃ જોડીયા તાલુકાના હડીયાણા ગામ પાસેથી લાયસન્સ વગરની પિસ્તોલ સાથે યુવક ઝડપાયો



- જામનગરની ક્રાઈમ બ્રાંચની ટીમનો જોડીયા પંથકમાં હથિયાર અંગે દરોડો

- જોડીયા તાલુકાના હડીયાણા ગામ પાસેથી એક શખ્સની લાયસન્સ વગરની પિસ્તોલ સાથે અટકાયત
- ઉપરોક્ત હથિયાર ધ્રોલના મૃતક યુવાન સહિતના બે શખ્સોએ સપ્લાય કર્યું હોવાની કબૂલાત

જામનગર, તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર

જામનગરમાં શુક્રવારની રાત્રે ક્રાઈમ બ્રાંચની ટીમે જોડીયા તાલુકાના હડીયાણા ગામમાં દરોડો પાડી રૂપિયા 25 હજારની કિંમતની લાઇસન્સ વગરની એક પિસ્તોલ સાથે જોડિયાના એક શખ્સને પકડી પાડયો છે. જેને હથિયાર પૂરો પાડનાર તરીકે ધ્રોલના એક મૃતક યુવાન ઉપરાંત અન્ય એક શખ્સ દ્વારા સપ્લાય કરાયૂ હોવાનું કબુલતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ દરોડાની ની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા માં રહેતો રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કેશુભા સોઢા કે જે પોતાના કબજામાં લાયસન્સ વગરની પીસ્ટલ રાખીને ફરી રહ્યો છે, જે બાતમીના આધારે જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે કાશી વિશ્વનાથ મંદિર નજીક વોચ ગોઠવી હતી. અને આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા સોઢાને પકડી પાડયો હતો. જેની તલાસી લેતાં તેના કબજામાંથી લાયસન્સ પરવાના વગરની પીસ્ટલ મળી આવી હતી.

જેથી એલસીબીની ટીમે રૂપિયા 25 હજારની કિંમતની પિસ્તોલ કબજે કરી આરોપી રાજભા સામે જોડીયા પોલિસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલનો ગુનો દાખલ કરાવ્યો છે.

પોલીસની વધુ પૂછપરછમાં તેને આ હથિયાર ધ્રોલમાં ગાયત્રી પ્લોટમાં રહેતા કાદર ઉર્ફે ઓઢિયો જુમાભાઈ જુણેજા અને દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જદુવીરસિંહ જાડેજાએ સપ્લાય કર્યું હોવાનું ખુલ્યું હોવાથી બંનેના સપ્લાયર તરીકે નામ જોડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રોલના દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજાની છ મહિના પહેલા હત્યા નીપજાવાઇ હતી, પરંતુ કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઈ હાલ ફરાર હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nciqNV

0 Response to "જામનગરઃ જોડીયા તાલુકાના હડીયાણા ગામ પાસેથી લાયસન્સ વગરની પિસ્તોલ સાથે યુવક ઝડપાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel