વડોદરા: છાણીના અમીન નગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે ઝડપાયા, પાદરાનો બુકી વોન્ટેડ

વડોદરા: છાણીના અમીન નગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે ઝડપાયા, પાદરાનો બુકી વોન્ટેડ


વડોદરા, તા. 3 ઓક્ટોબર 2020 શનિવાર

વડોદરાના છાણી વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડી રહેલા બે સટોડિયાને પોલીસે ઝડપી પાડ્યા છે.

છાણીના અમીન નગરમાં રહેતા લક્ષ્મણ અંબાલાલ પટેલના મકાનમાં આઈપીએલની મેચનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો.

લખમણ પટેલના મકાનના ઉપરના માળે ટીવી પર મેચ ચાલુ હતી અને લખમણભાઇ તેમજ તેની સાથે હાર્દિક ભુપેન્દ્ર ભાઈ પટેલ રહે અમીન નગર છાણી ક્રિકેટ નો સટ્ટો કપાવી રહ્યા હતા તેમજ કેલ્ક્યુલેટર પર ગણતરી કરી નોટમાં નોંધ કરી રહ્યા હતા.

પોલીસને જોતા જ બંને સટોડિયા ગભરાઈ ગયા હતા પરંતુ તેઓને છટકવાની કોઈ તક મળી ન હતી. પોલીસે બંનેની અટકાયત કરી રોકડા રૂ 19 હજાર, ટીવી, નોટબુક, કેલ્ક્યુલેટર તેમજ અન્ય મતા કબજે કરી હતી. 

બંનેની પૂછપરછ દરમિયાન ક્રિકેટનો સટ્ટો પાદરાના બૂકી ઈકબાલ ઈટાલી પાસે કપાવતા હોવાની વિગતો ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33qyi7F

0 Response to "વડોદરા: છાણીના અમીન નગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે ઝડપાયા, પાદરાનો બુકી વોન્ટેડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel