
ઉત્તર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે
મહેસાણા, તા.25 ઓક્ટોબર 2020, રવિવાર
૨૧ ઓક્ટોબર અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૃ થનાર હતી. પરંતુ સરકારે પાંચ દિવસ માટે આ પ્રક્રિયા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે સોમવારથી સંભવત ત્રણ માસ સુધી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા શરૃ થનાર છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ં ૮૫૧૭૪ ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનાઈન નોંધણી કરાવી હતી.
મહેસાણા જિલ્લામાં ત્રણ જગ્યાએ તો બનાસકાંઠામાં ૧૪ ખરીદ કેન્દ્રો સહિત અન્ય ત્રણ જિલ્લામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પ્રતિદિન મર્યાદિત ખેડૂતોની મગફળી ખરીદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે પાંચ દિવસ પૂર્વે સરકાર દ્વારા એકાએક જાહેરાત કરી મગફળી ખરીદીની પ્રક્રિયા પાંચ દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે આજથી ખરીદ પ્રક્રિયા શરૃ થનાર છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વહિવટી તંત્ર દ્વારા તેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો માટે વિજાપુર, ખેરાલુ તેમજ સતલાસણા ખાતે તો બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ, કાંકરેજ, ડીસા, થરાદ, દાંતા, દાંતીવાડા, દિયોદર, ધાનેરા, પાલનપુર, ભાભર, લાખણી, વડગામ, વાવ અને સુઈગામ મળી ૧૪ તાલુકા મથકો ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.
ખેડૂતોને મગફળીના પાકમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળીમાં પ્રતિ ૨૦ કિ.ગ્રા.એ રૃા. ૧૦૫૫નો ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ૧ થી ૨૦ ઓક્ટોબર સુધી ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. જેમાં મહેસાણા જિલ્લામાં ૯૮૪૧ ખડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે જ પ્રમાણે બનાસકાંઠા જિલામાં ૨૯૮૧૦ ખેડૂતોએ ૨૦ દિવસમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાટણ જિલ્લામાં ૩૭૬, સાબરકાંઠા જિલ્લામાં ૨૪૫૦૪ અને અરવલ્લી જિલ્લામાં ૨૦૬૪૩ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે પાટણ જિલ્લાના સરસ્વતી, સિધ્ધપુર, પાટણ અને વારાહી કેન્દ્રો ઉપર કુલ ૩૭૬ ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ભીલડીમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર ફાળવવા માંગણી
આ પંથકના ખેડૂતોને ૨૫ થી ૩૦ કિલોમીટર દૂર ડીસા અને લાખણી સુધી લાંબા થવું પડે છે
ભીલડી,તા.25 ઓક્ટોબર 2020, રવિવાર
ડીસા તાલુકામાં ડીસા પછી બીજા નંબરનું વેપારી મથક ભીલડી છે ત્યાં લગભગ ૩૫ થી ૪૦ ગામના ખેડૂતોનો રોજીંદો વ્યવહાર સચવાયેલો છે. બનાસકાંઠા જિલ્લામાં ભીલડી વિસ્તારના ખેડૂતો સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરે છે અને આ વર્ષે પણ સૌથી વધુ મગફળીનું વાવેતર ભીલડી વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે. તેમછતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીલડી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ સેન્ટર ફાળવવામાં આવેલ નથી. ભીલડીથી લગભગ ૨૫ કિમીથી ૩૦ કિમી દૂર ડીસા અને લાખણી ખાતે મગફળી ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવેલ છે. પણ ખેડૂતોને સમય અને પૈસાનો ખર્ચ થાય છે. જે આજની મહામારીમાં ભોળા ખેડૂતોને પોસાય તેમ નથી.
આ અંગે તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન રાજુભાઈ રાજગોર તથા જનરલ વહેપારી એસોસીએશન ઉપપ્રમુખ રાજુભાઈ એચ.રાજગોર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
દરરોજ 10 ખેડૂતોની મગફળી ખરીદી થશે
હાલમાં કોરોનાનો પ્રકોપ વર્તાઈ રહ્યો હોઈ મગફળીની ખરીદી સમયે કોરોના સંક્રમણ રોકવા માટે પ્રતિદિન માત્ર ૧૦ ખેડૂતોને ખરીદી કેન્દ્રો પર મગફળી ભરાવવા માટે એસએમએસથી જાણ કરવામાં આવશે. જોકે કોરોના પગલે ખરીદી કેન્દ્રો પર સેનેટાઈઝર, માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ખરીદી કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દરેક કેન્દ્રો પર પુરતા પ્રમાણમાં બારદાન, વજનકાંટા અને મર્યાદિત મજુરોની સગવડ તેમજ સિસિટીવી કેમેરાની નજર વચ્ચે પુરવઠા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં નોંધાયેલ ખેડૂતો
તાલુકો રજીસ્ટ્રેશન સંખ્યા
મહેસાણા ૫ ૪
ઊંઝા ૧ ૬
કડી ૧ ૨
ખેરાલુ ૭ ૬ ૧
જોટાણા ૧ ૧
બેચરાજી ૦ ૦
વડનગર ૩ ૫ ૯
વિજાપુર ૬ ૯ ૭ ૭
વિસનગર ૧ ૪ ૪
સતલાસણા ૧ ૫ ૦ ૭
બનાસકાંઠામાં રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોની સંખ્યા
તાલુકો રજીસ્ટ્રેશન સંખ્યા
અમીરગઢ ૨૪ ૬
કાંકરેજ ૨૮૭ ૨
ડીસા ૩ ૬ ૬ ૨
થરાદ ૨ ૨ ૩ ૫
દાંતા ૬ ૬ ૮
દાંતીવાડા ૧ ૨ ૨ ૯
દિયોદર ૩ ૪ ૬ ૯
ધાનેરા ૭ ૩ ૫ ૧
પાલનપુર ૨૩ ૬ ૮
ભાભર ૨ ૪ ૨
લાખણી ૨૫ ૫ ૩
વડગામ ૨ ૫ ૮ ૯
વાવ ૩ ૫ ૭
સુઈગામ ૭ ૦
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jrw8cI
0 Response to "ઉત્તર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે"
Post a Comment