
વડોદરા: વિદ્યાર્થીઓના એસાઈમેન્ટ જમા કરાવવાના મુદ્દે બરોડા હાઇસ્કુલમાં હોબાળો
- સંચાલકોએ વાલીઓને બોલાવ્યા અને વિદ્યાર્થીઓ આવ્યા તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી એસાઈમેન્ટ લેવામાં આવ્યા
- હોબાળો થતા પોલીસે આવીને વિદ્યાર્થીઓને પરત મોકલ્યા
વડોદરા, તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા હાઇસ્કુલમાં આજે શાળા સંચાલકો તરફથી ધોરણ 12ના વિદ્યાર્થીઓના એસાઈમેન્ટ જમા કરાવવા માટે વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેના સ્થાને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને તેઓના એસાઈમેન્ટ જમા લેતા હોબાળો સર્જાયો હતો. અને આખરે પોલીસને બોલાવવી પડી હતી વિદ્યાર્થીઓને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
Baca Juga

રાજ્ય સરકાર તરફથી અનલોક-5નો અમલ શરૂ કરવામાં આવ્યો છે જેમાં પણ શાળા-કોલેજો શરૂ કરવામાં આવી નથી. તેવા સમયે શાળા સંચાલકો તરફથી ધોરણ 12ના વિદ્યાર્થીઓના એસાઈમેન્ટ જમા કરાવવા માટે વાલીઓને જણાવવામાં આવ્યું હતું પરંતુ આજે સવારે વાલીઓના સ્થાને વિદ્યાર્થીઓ પોતે જ આવીને ટોળે વળ્યા હતાં એટલું જ નહીં શાળાના કર્મચારીઓએ વિદ્યાર્થીઓના પાસેથી એસાઈમેન્ટ લઈને એક બાજુ ઢગલો કરી દિધો હતો જેથી શાળાના કર્મચારીઓએ પુસ્તકો પરત લેવાની કાર્યવાહી શરૂ કરતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું જેને કારણે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી.
પોલીસે સ્થળ પર આવીને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા જણાવ્યું હતું પરંતુ પાછળથી પોલીસને પણ જાણ થઈ હતી કે શાળામાં કોઈપણ વિદ્યાર્થીને બોલાવવાની જરૂર નથી તેવો નિયમ હોવા છતાં વિદ્યાર્થીઓ શાળામાં ક્યાં કારણથી બોલાવવામાં આવ્યા છે તેનો ખુલાસો પુછવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળાના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી જવા જણાવતા ભાગદોડ મચી ગઇ હતી જેથી વિદ્યાર્થીઓમાં હોબાળો સર્જાયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30sVKPN
0 Response to "વડોદરા: વિદ્યાર્થીઓના એસાઈમેન્ટ જમા કરાવવાના મુદ્દે બરોડા હાઇસ્કુલમાં હોબાળો"
Post a Comment