
આણંદ જિલ્લામાં વધુ કેટલાક વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
આણંદ, તા. 8 ઓક્ટોબર 2020, ગુરુવાર
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લાના ખંભાત, બોરસદ અને આણંદ તાલુકામાંથી કોરોનાના પોઝીટીવ કેસ મળી આવતા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમિત વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.
જે અનુસાર બોરસદ શહેરના સાકરીયા સોસાયટીનું એક મકાન, વીરસદ ગામે આવેલ કા.પટેલની વાડીના કુલ-૪ મકાન, બોચાસણ ગામે આવેલ અમૃતપાર્કના કુલ-૮ મકાનનો વિસ્તાર, આણંદ શહેરની શારદા હાઈસ્કુલ પાછળનું એક મકાન, કલહંસી સોસાયટીના કુલ-૫ મકાન, જયશ્રી સોસાયટીના કુલ-૨૫ મકાન તેમજ આણંદ તાલુકાના વાસદ ગામે આવેલ બ્રાહ્મણ ફળીયાના કુલ-૧૧ મકાન, લાંભવેલ ગામે આવેલ સુથાર ફળિયાના બે મકાન, મોગર ગામે આવેલ રામજી મંદિરનું એક મકાન તથા ખંભાત શહેરના મોટી ચુનારવાડના કુલ-૨૫ મકાનના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રખાશે. તેમજ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી આ હુકમ અમલમાં રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
0 Response to "આણંદ જિલ્લામાં વધુ કેટલાક વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર"
Post a Comment