
કોરોના-મોંઘવારીને લીધે પેટાચૂંટણી નીરસ, ઓછું મતદાન થવાની ભીતિ
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
આઠ બેઠકોની યોજાનારી પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે હજુય ચૂંટણી માહોલ એકદમ નિરસ રહ્યો છે. કોરોનાની મહામારી ઉપરાંત મોંઘવારીને લીધે લોકોને જાણે ચૂંટણીમાં રસ જ નથી. આ કારણોસર ભાજપ-કોગ્રેસની ચિંતા વધી છે.
એટલું જ નહીં , આ જ ચૂંટણી માહોલ યથાવત રહેશે તો મતદાન પણ ઓછુ થવાની ભિતી છે જેના કારણે ભાજપ-કોંગ્રેસે મતદારોને રિઝવવા છેલ્લી ઘડીની દોડધામ મચાવી છે.
3જી નવેમ્બરે ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. હવે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ સૃથાનિક મુદ્દાઓને લઇને ચૂંટણી પ્રચાર ગજવ્યો છે. જોકે, ભાજપને ખાસ ફટકો પડયો છે કેમ કે, મોદી-શાહ વિના પ્રચાર ફિક્કો રહ્યો છે. પ્રદેશ ભાજપના નેતાઓ મતદારો પર પ્રભાવ જમાવી શક્યાં નથી.
ભાજપને સ્ટાર પ્રચારકોની ગેરહાજરી સાલી રહી છે. આ તરફ, કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ પ્રચારમાં જોમ જુસ્સો લાવી શક્યા નથી. ભાજપ-કોંગ્રેસ સ્ટાર પ્રચારકો વિના જ પેટાચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે. અત્યારે તો ભાજપ-કોંગ્રેસ સૃથાનિક ચૂંટણી મુદ્દાઓને કોરાણે મૂકી વ્યક્તિગત આક્ષેપબાજી કરીને મતદારોમાં જોમ જુસ્સો લાવવા પ્રયાસ કરી રહ્યાં છે.
કોરોનાની મહામારી ઉપરાંત મોંઘવારીને લીધે લોકોની આિર્થક પરિસિૃથતી બેહાલ બની છે જેના લીધે મતદારોને ચૂંટણીમાં જરાય રસ નથી. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ઘરના બે છેડાં માંડ ભેગા થાય તેવી સિૃથતી છે . આ સંજોગોમાં મતદારો બિલકુલ નિરૂત્સાહ છે. આ જોઇને ભાજપ-કોંગ્રેસના નેતાઓની ચિંતા વધી છે. આ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના પ્રદેશ નેતાઓની એસિડ ટેસ્ટ છે.
પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ, જૂથવાદ , અસંતોષ ચરમસિમાએ છે જેના કારણે ઉમેદવારો ય ચિંતામાં મૂકાયા છે. જોકે, નિરસ ચૂંટણી માહોલને જોતાં ભાજપ-કોંગ્રેસને ઓછુ મતદાન ાૃથવાની શક્યતા છે જેના કારણે મતદારોને મતદાન મથક સુધી લાવવા બંને પક્ષોએ અત્યારથી જ ગોઠવણ કરવી પડી રહી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35vjkgt
0 Response to "કોરોના-મોંઘવારીને લીધે પેટાચૂંટણી નીરસ, ઓછું મતદાન થવાની ભીતિ"
Post a Comment