
આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મુદ્દે થશે ચર્ચા
અમદાવાદ, તા. 5 ઓક્ટોબર 2020 સોમવાર
કોરોના કાળમાં ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોને લઇને પેટાચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો પર મહોર મારવામાં આવે તેવી શક્યતા છે.
આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઇને મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે.
રાજ્યમાં કોરોનાકાળ વચ્ચે જાહેર કરાયેલી વિધાનસભાની 8 બેઠક પરની પેટાચૂંટણીને લઇને ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજે સોમવારે કમલમ ખાતે એકબાદ એક બેઠક મળશે. આજે બેઠક ઇન્ચાર્જની મળશે. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ભીખૂ દલસાણિયા હાજર રહેશે. ભાર્ગવ ભટ્ટ, શંકર ચૌધરી પણ બેઠકમાં હાજર રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GDwT4q
0 Response to "આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મુદ્દે થશે ચર્ચા"
Post a Comment