શેત્રુંજી નદીમાથી રેતી ચોરી કરતા વાહનો ઝડપાયા, ખનીજ વિભાગે 25 લાખનો મુદામાલ જપ્ત કર્યો

શેત્રુંજી નદીમાથી રેતી ચોરી કરતા વાહનો ઝડપાયા, ખનીજ વિભાગે 25 લાખનો મુદામાલ જપ્ત કર્યો


અમરેલી, તા. 22 ઓક્ટોબર 2020 ગુરૂવાર 

અમરેલીમાં આજે વહેલી સવારે ખનીજ વિભાગે દરોડા પાડતા શેત્રુંજી નદીમાંથી રેતી ચોરતા વાહનોને ઝડપી પાડ્યાં હતા. પોલીસે 4 ટ્રક સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ખનીજની ચોરી કરનાર સામે ખનીજ વિભાગે લાલ આંખ કરતા આજે વહેલી સવારે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું.પ્રાપ્ત મળતી વિગત અનુસાર ખનીજ વિભાગને જાણકારી મળતાં વહેલી સવારે શેત્રુંજી નદીમાંથી ખેતીની ચોરી કરતા વાહનો પર દરોડા પાડ્યા. 

જેમાં પોલીસે 4 ટ્રક સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરતાં નદીમાંથી રેતીની ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વહેલી સવારે ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા ખનન માફીયામાં ડર પેસી ગયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35lnI1x

0 Response to "શેત્રુંજી નદીમાથી રેતી ચોરી કરતા વાહનો ઝડપાયા, ખનીજ વિભાગે 25 લાખનો મુદામાલ જપ્ત કર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel