
અમદાવાદમાં વધુ 162 નાગરિકો કોરોનાગ્રસ્ત થયા, બે દર્દીનાં મૃત્યુ
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
અમદાવાદમાં કોરોનાના પ્રકોપમાં વધઘટ થતી રહે છે, વાયરસ થોડો ઢીલો પડયો છે, પણ સંપૂર્ણ વિદાયનો એક પણ અણસાર આપી રહ્યો નથી. સામેથી શિયાળાના પ્રારંભે કોરોના વધુ વકરવાની અને બીજો રાઉન્ડ આવવાની ભીતિ વૈજ્ઞાાનિકો અને ડોકટરો વ્યક્ત કરી રહ્યાં છે.
દરમ્યાનમાં આજે એક જ દિવસમાં નવા 162 કેસ નોંધાયા છે. જ્યારે સરકારી યાદી અનુસાર બે દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થઇ ગયેલાં 99 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 43700ના આંકડાને આંબી ગઇ છે. તેમાંતી સારવાર દરમ્યાન 1840 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયેલાં 33683 લોકોએ તેમની પૂર્વવત જીંદગી શરૂ કરી દીધી છે.
દરમ્યાનમાં એકટિવ કેસો અંશત: વધારા સાથે 2996 થઇ ગયા છે. પશ્ચિમ પટ્ટાના પશ્ચિમ ઝોનના 507, ઉત્તર પશ્ચિમ ઝોનના 513, દક્ષિણ પશ્ચિમ ઝોનના 495 સાથે કુલ 1515 અને પૂર્વ પટ્ટાના ચાર ઝોનના 1481 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડ વધારા સાથ 2036 થઇ ગયા છે.
તેમાંથી 1108 ભરાયેલા છે, જ્યારે 926 ખાલી છે. આઈસીયુના 161 બેડમાં દર્દીઓ છે, તેમજ 157 ખાલી છે. એવી જ રીતે વેન્ટીલેટર સાથના બેડ 96 ભરેલા છે, 65 હાલ ખાલી છે. બીજી તરફ નવરાત્રીમાં ગરબા નહીં ગાઇને લોકોએ સ્વયં શિસ્તનો પરિચય કરાવ્યો છે, પણ વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચારાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો કોરોના ગાઇડ લાઇનના ધજ્જીયા ઉડાડી રહ્યાં છે.
લીંબડી-સાયલાની સભાઓમાં વક્તા, તેમની બાજુમાં મંચ ઉપર બેઠેલા મહાનુભાવો અને શ્રોતાઓમાંથી અનેક લોકોએ માસ્ક નથી પહેર્યા, સોશ્યલ ડિસ્ટન્સની તો કોઇ વાત જ નથી, નાના છોકરાઓ પણ માસ્ક વગરના હોવાનું સોશ્યલ મીડિયામાં મૂકાયેલાં ફોટાઓમાં દેખાય છે. આવી સ્થિતિ અનેક ઠેકાણે છે. આ બેદરકારીની ટીકા કરતાં એક જાણકારે જણાવ્યું હતું કે, સંક્રમણને આ એક પ્રકારનું ખુલ્લું નિમંત્રણ જ કહેવાય.
કયા ઝોનમાં કેટલાં એકટિવ કેસો ?
ઉત્તર પશ્ચિમ ઝોન 513
પશ્ચિમ ઝોન 495
દક્ષિણ ઝોન 435
પૂર્વ ઝોન 369
ઉત્તર ઝોન 360
મધ્ય ઝોન 317
કુલ 2996
નવા બે સ્થળ નિયંત્રિત વિસ્તારમાં મુકાયા
અમદાવાદ,રવિવાર
શહેરમાં રવિવારે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ વધુ બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળની સંખ્યા ઘટીને 92 થવા પામી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રવિવારે અગાઉના 102 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી 12 સ્થળમાં સ્થિતિ સુધરતા નિયંત્રણ હટાવી લીધા છે.રવિવારે નરોડા એસઆરપી કેમ્પસમાં કોરોના સંક્રમણ જોવા મળતા બ્રાંચ નંબર-2,3 અને પાંચના 150 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમા મુકવામાં આવ્યા છે.ઉપરાંત બોપલના દેવકુટીર બંગલોમાં સંક્રમણ નોંધાતા પાંચ મકાન માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e8oXFn
0 Response to "અમદાવાદમાં વધુ 162 નાગરિકો કોરોનાગ્રસ્ત થયા, બે દર્દીનાં મૃત્યુ"
Post a Comment