
જામજોધપુરમાં રહેણાંક મકાનમાં ચાલતુંના સટ્ટાનું નેટવર્ક ઝડપાયું; એકની ધરપકડ, 14 ફરાર જાહેર
- ક્રિકેટનો ડબ્બો ચલાવી રહેલા એક સખ્સની ધરપકડ; રોકડ-મોબાઇલ-લેપટોપ સહિત ક્રિકેટના સટ્ટાની સામગ્રી કબજે
- ભાયાવદરના કપાત લેનાર મુખ્ય બુકીનું નામ ખૂલ્યું: જ્યારે અન્ય 14 પંટરોને પણ ફરાર જાહેર કરાયા
જામનગર, તા. 3 ઓક્ટોબર 2020, શનિવાર
જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા ક્રિકેટના સટ્ટાના નેટવર્કને એલસીબીની ટીમે પકડી પાડ્યું છે. આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો ચલાવી રહેલા એક શખ્સને એલસીબીની ટીમે પકડી પાડી તેનાં રહેણાંક મકાનમાંથી રોકડ રકમ લેપટોપ તેમ જ ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબ્જે કરી લઈ મકાન માલિકની ધરપકડ કરી છે. ઉપરાંત પોતે ભાયાવદરના એક બુકી પાસે કપાત કરતો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. સાથોસાથ તેની સાથે સટ્ટો રમનારા જામજોધપુર આસપાસના પંથકના 14 પંટરોને પણ ફરાર જાહેર કરાયા છે.
ક્રિકેટના સટ્ટાના દરોડા અંગેની વિગત એવી છે કે જામજોધપુરમાં બહુચરાજી માતાજીના મંદિર પાસે રહેતો ધવલ ઉર્ફે ભોદો રાજેશભાઈ કડીવાર નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ક્રિકેટનો ડબ્બો ચલાવી રહ્યો છે અને જામજોધપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના પંટરો સાથે મોબાઇલ ફોન પર ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન મકાન માલિક ધવલ કડીવાર પોતાના મોબાઇલ ફોન પર ક્રિકેટના સટ્ટાના સોદા મેળવી રહેલો નજરે પડ્યો હતો. જેથી પોલીસે તેના રહેણાંક મકાનમાંથી રૂપિયા 47,500ની રોકડ રકમ, લેપટોપ, સાત નંગ મોબાઇલ ફોન, વગેરે મળી રૂપિયા 85 હજારની માલમતા કબજે કરી લીધી છે, અને તેની સામે જામજોધપુર પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસની પુછપરછ દરમ્યાન પોતે ઉપલેટા તાલુકાના ભાયાવદરના બીરજુ પટેલ નામના બુકી પાસે તમામ સોદાઓની કપાત કરાવતો હોવાથી મુખ્ય બુકી બીરજુ પટેલને ફરાર જાહેર કરાયો છે. આ ઉપરાંત પોતે જામજોધપુર ભાણવડ સહિતના આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક પંટરો સાથે પણ ક્રિકેટના સોદા કરતો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેના લેપટોપના આધારે તમામ નામો મળ્યા હતા.
ફરાર જાહેર થયેલા આરોપીઓના નામ
જામજોધપુરના અભી વડાલીયા
કેલ્વિન સાપરિયા
પાર્થ ઝેરોક્ષ વાળો
સાવન કડીવાર
રાકેશ ખાંટ
ઉત્તમ પટેલ (બરોડા)
જામજોધપુરના દર્શિત નાગર
વસંતપુરના કિશન પટેલ
જામજોધપુરના જીગર કણસાગરા
ભાણવડના વિપુલભાઈ
જામજોધપુરના આશિષ ખાંટ
લાલપુરના ઇરફાનભાઇ
જામજોધપુર દિલીપભાઈ કાંજીયા
ઈકબાલભાઈ
જેથી પોલીસે ઉપરોક્ત ક્રિકેટના સટ્ટાના પ્રકરણમાં ફરારી જાહેર કરાયા છે. આદરોડાને લઈને જામજોધપુર અને આસપાસના પંથકમાં સટ્ટો રમનારા લોકોમાં ફફડાટ મચી ગયો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SkJBYq
0 Response to "જામજોધપુરમાં રહેણાંક મકાનમાં ચાલતુંના સટ્ટાનું નેટવર્ક ઝડપાયું; એકની ધરપકડ, 14 ફરાર જાહેર"
Post a Comment