12 નવેમ્બરથી કચ્છનું ટેન્ટસિટી ખુલ્લું મુકાશે, મુલાકાતીઓ મુલાકાત લઇ શકશે

12 નવેમ્બરથી કચ્છનું ટેન્ટસિટી ખુલ્લું મુકાશે, મુલાકાતીઓ મુલાકાત લઇ શકશે


કચ્છ, તા. 29 ઓક્ટોબર 2020 ગુરૂવાર 

કચ્છના સફેદ રણમાં આવેલુ ‘ટેન્ટ સિટી કચ્છ’ દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે 12મી નવેમ્બરથી મહેમાનોને આવકારવા માટે ખુલી રહ્યુ છે. કચ્છનુ ટેન્ટ સિટી ગુજરાતનુ એક અત્યંત પ્રવાસીઓને 7500 ચો.મી. વધુ વિસ્તારમાં પથરાયેલા ખૂબ જ સુંદર અને નયનરમ્ય સ્થળ વિશ્વના સૌથી મોટા સોલ્ટ ડેઝર્ટની  મુલાકાત લેવાની તક પૂરી પાડશે. 

‘ટેન્ટ સિટી કચ્છ 5 લાખ ચો.મી. થી વધુ વિસ્તારમાં પથરાયેલુ છે અને તે મહેમાનો માટે તા. 12 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધી ખુલ્લુ રહેશે. કચ્છના સફેદ રણ નજીક ધોરડો ગામમાં સ્થાપવામાં આવેલા આ ટેન્ટ સિટીમાં  350થી વધુ ટેન્ટ આવેલા છે. 

કચ્છના આકર્ષક સફેદ રણની મુલાકાત લઈને અહીં સોલ્ટ ડેઝર્ટમાં સૂર્યાસ્તની ભવ્યતાની મોજ માણી શકે છે. પ્રવાસીઓ નજીકમાં આવેલા કાળા ડુંગરની મુલાકાત પણ લઈ શકે છે. 

અહીં નજીકમાં પ્રવાસીઓને ગમી જાય તેવાં અન્ય ઐતિહાસિક સ્મારકો અને મુલાકાત લેવા જેવાં સ્થળો આવેલાં છે. મહેમાનો અહીં લોકનૃત્ય અને સંગીતના કાર્યક્રમની મોજ પણ માણી શકે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TB6dVu

0 Response to "12 નવેમ્બરથી કચ્છનું ટેન્ટસિટી ખુલ્લું મુકાશે, મુલાકાતીઓ મુલાકાત લઇ શકશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel