
કોમર્સમાં 11 હજારથી વધુ ખાલી બેઠક પૂરક પાસ માટે નવો રાઉન્ડ થશે
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સમાં આ વર્ષે અત્યાર સુધીના હાઈએસ્ટ પાંચ ઓનલાઈન રાઉન્ડ કરવામા આવ્યા છે. પાંચ રાઉન્ડ બાદ હાલ 11 હજારથી વધુ ખાલી બેઠકો છે. ખાલી બેઠકો સામે પુરક પાસ વિદ્યાર્થીઓ પણ ઘણા છે ત્યારે ખાલી બેઠકો ઘણી ઓછી ખાલી રહે તેવી શક્યતા છે અને પુરક પાસ સહિત પ્રવેશ વંચિતો માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જ કરવામા આવશે. યુનિ.દ્વારા ટૂંક સમયમાં નવુ રજિસ્ટ્રેશન અને નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ સહિતના વિવિધ યુજી કોર્સીસમાં 2015થી ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે ત્યારે સૌથી વધુ બેઠકો ધરાવતી અને સૌથી મોટી ફેકલ્ટી એવી કોમર્સ ફેકલ્ટીના વિવિધ યુજી કોર્સીસની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં છેલ્લા છ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પાંચ ઓનલાઈન રાઉન્ડ કરવામા આવ્યા છે. બીકોમ,બીબીએ-બીસીએ સહિતના વિવિધ કોમર્સ ફેકલ્ટી કોર્સમાં ઈડબલ્યુએસ (10 ટકા) સાથે 40,700 જેટલી બેઠકો છે.જેની સામે આ વર્ષે 36 હજારથી વધુ વિદ્યાર્થીઓ હતા.
ચાર રાઉન્ડના અંતે 28 હજાર જેટલા વિદ્યાર્થીઓએ તો પ્રવેશ કન્ફર્મ કરી લીધા હતા અને 12 હજારથી વધુ બેઠકો ખાલી હતી.જેના માટે યુનિ.એ પાંચમો ઓનલાઈન રાઉન્ડ કર્યો હતો.જેમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.1865 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ થઈ હતી અને 725 જેટલા વિદ્યાર્થીઓ હાલ ફી ભરી પ્રવેશ કન્ફર્મ કર્યો છે.
હાલ 11465 બેઠકો ખાલી છે.હવે ખાલી બેઠકો માટે પુરક પાસ અને અગાઉ પ્રવેશ વંચિત રહેલા વિદ્યાર્થીઓને લઈને નવો રાઉન્ડ કરાશે. યુનિ.દ્વારા પુરક પાસ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રાઉન્ડ જ કરશે. આમ તો ત્રણથીચાર રાઉન્ડ બાદ યુનિ.દ્વારા ખાલી બેઠકો જે તે કોલેજને પોતાની રીતે ભરવા સોંપી દેવાય છે અને પુરક પાસ અને પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ જે તે કોલેજમાં પોતાની રીતે પ્રવેશ લે છે
.પરંતુ આ વર્ષે કોરોનાને લીધે કોલેજો બંધ હોવાથી અને કોલેજો પર ફોર્મ લેવા માટે લાઈનો પણ ન લાગે તે માટે યુનિ.દ્વારા પુરક પાસ માટે પણ ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ રાઉન્ડ જ કરાશે.ટૂંક સમયમાં નવુ રજિસ્ટ્રેશન તેમજ નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવશે. પુરક પાસ 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ હોવાથી કોમર્સની ખાલી બેઠકો ભરાશે અને ખાલી બેઠકો ઓછી થવાનો અંદાજ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3juRqWS
0 Response to "કોમર્સમાં 11 હજારથી વધુ ખાલી બેઠક પૂરક પાસ માટે નવો રાઉન્ડ થશે"
Post a Comment