કડીમાં કોરોના કેસ વધતા રાત્રીના દશ વાગ્યાથી સ્વંયભુ કરફ્યુનો નિર્ણય

કડીમાં કોરોના કેસ વધતા રાત્રીના દશ વાગ્યાથી સ્વંયભુ કરફ્યુનો નિર્ણય

મહેસાણા,તા.04

કડી નગરપાલિકામાં પાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર સાથે વેપારી એસોસીએશન સાથે મળેલ બેઠકમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે રવિવારે રાત્રીના દશ વાગ્યાથી સવાર સુધી ધંધા રોજગાર બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસ ની બીજી લહેર ઝડપથી વધી રહી છે ત્યારે કોરોનાના વધતા જતા કેશોને ધ્યાને લેતા પાલિકા વિસ્તારમાં આવેલ તમામ વેપારી એસોસિયેશન સાથે કોરોના બાબતે જાગૃતિ લાવવા સારું મિટિંગ રાખવામાં આવી હતી જેમાં કડી વેપારી એસોસિએશને રવિવાર રાત્રીના દશ વાગ્યા થી સવાર સુધી  પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખવાનો સ્વંભુ નિર્ણય કર્યો હતો.ગરમીની તુમાં મોડી રાત સુધી ચાલતી ખાણી પીણીની દુકાનો રાત્રીના આઠ વાગ્યા સુધી ગ્રાહકો માટે ચાલુ રહેશે ત્યાર બાદ  દશ વાગ્યા સુધી ગ્રાહકોને હોમ ડિલિવરી કરવામાં આવશે.રાત્રીના દશ વાગ્યાથી સવાર સુધી તેઓ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ રાખશે. પાલિકાના ચીફ ઓફિસર નરેશ પટેલે જણાવ્યું કે  લોકોને માસ્ક ફરજીયાત પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે પાલિકા દ્વારા સમજાવવામાં આવશે તેમજ જરૂર પડતો કડક પગલાં લેવામાં આવશે. વેપારી એસોસિયેશન સાથે મળેલ અને શનિવારે સવારે પ્રાંત કચેરી ખાતે જિલ્લાના કલેકટરે કડી તાલુકાના તમામ અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે  વેકસીનેશનની પ્રક્રિયા વધારવા તેમજ જુદી જુદી જગ્યાએ કેમ્પ લગાવી વધુ પ્રમાણમાં વેકસીનેશન થાય તેવા પ્રયાસો કરવા સૂચન કર્યું હતું.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ECKCw

0 Response to "કડીમાં કોરોના કેસ વધતા રાત્રીના દશ વાગ્યાથી સ્વંયભુ કરફ્યુનો નિર્ણય"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel