પાલનપુરમાં વધુ 22 કેસ સાથે જિલ્લામાં 32 પોઝેટિવ કેસ નોંધાયા
પાલનપુર તા.04
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પુનઃ રેકેટ ગતિએ ફેલાવા લાગતા રોજેરોજ પોઝેટિવ કેસોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે.જેમાં રવિવારે પાલનપુરમાં ૨૨ કેસ સાથે જિલ્લામાં ૩૨ કેસ સામે આવ્યા છે જેમાં એક બાળકી અને કિશોરી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
કોરોના કાળનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગે કોવિડ ગાઈડ લાઈનનું પાલન ન થતા અને લોકો સોશિયલ સિસ્ટન્ટ ન જાળવતા ફરી એક વાર કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું હોઈ છેલ્લા પંદરેક દિવસથી રોજે રોજ પોઝેટિવ કેસોમાં ચિંતાજનક વૃદ્ધિ નોંધાઈ રહી છે.જે વચ્ચે રવિવારે કોરોનાના વધુ ૩૨ કેસ સામે આવ્યા છે જેમાં પાલનપુરમાં ૨૨,ડીસામાં ૭,લાખણીમાં ૨ અને દાંતામાં ૧ કેસ નોંધાયો છે.આ પોજેટિવ કેસોમાં ૧૯પુરુષ અને૧૩ મહિલાઓનો સમાવેશ થાય છે.જેમાં પાલનપુર ની એક ૧૦ વર્ષીય બાળકી,અને ૧૭ વર્ષની કીશોરી તેમજ ડીસા ની એક ૧૫ વર્ષની કિશોરી પણ કોરોનામાં સપડાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જોકે તંત્ર દ્રારા કોરોનાને હરાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.અને કોરોના રસીકરણ ઝૂબેશ ચલાવવામાં આવી રહી છે.પરંતુ કેટલાક લોકો કોરોના રસી મુકાવવામાં લાપરવાહી દાખવી રહ્યા હોય કોરોનાનું સંક્રમણ એક બાદ એક લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યું છે.
એક બાળકી અને બે કિશોરી કોરોનામાં સપડાઈ
બનાસકાંઠામાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ પોઝેટિવ કેસોનો ગ્રાફ સતત વધી રહ્યો છે.જેમાં રવિવારે વધુ ૩૨ કેસ સામે આવ્યા છે જેમાં પાલનપુરની એક ૧૦વર્ષની બાળકી તેમજ ૧૭ વર્ષની યુવતી અને ડીસામાં ૧૫ વર્ષની કિશોરી કોરોનામાં સપડાઈ છે
ક્યાં કેટલા કેસ નોંધાયા
પાલનપુર -૨૨ કેસ
ડીસા - ૦૭ કેસ
લાખણી - ૦૨ કેસ
દાંતા - ૦૧ કેસ
કુલ - ૩૨ કેસ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3unBN9y
0 Response to "પાલનપુરમાં વધુ 22 કેસ સાથે જિલ્લામાં 32 પોઝેટિવ કેસ નોંધાયા"
Post a Comment