રાહમાં પંચાયતની જમીનમાં ગેરકાયદે બાંધવામાં આવેલ શોપીંગ તોડી પડાયું
થરાદ તા.13 ફેબ્રુઆરી 2021, શનિવાર
રાહ ગ્રામ પંચાયતના સભ્યો એજ પંચાયતની જગ્યામાં દબાણ કરી શોપિંગ સેન્ટર ઉભું કર્યું હતું ત્યારે ગામ લોકોએ તેમના વિરોધમાં વિવિધ જગ્યાએ આવેદનપત્ર આપ્યું હતું.તપાસ માં ખોટા દસ્તાવેજો સામે આવતા તાલુકા વિકાસ અધિકારીએ દબાણ દૂર કરવા નોટિસ આપી હતી.રાહ ગામ ના ભુમાફિયાઓ અને કૌભાડીઓ એ ટીડીઓની તપાસ થતાં દબાણમાં બનાવેલ ૧૩ દુકાનોવાળું શોપિંગ સેન્ટર જાતે તોડવાનું શરૂ કર્યું હતું.
થરાદ તાલુકાના રાહ ગામમાં પંચાયતની ગામ તળ જમીનમાં પંચાયતના સભ્યો અને તેમના મળતિયાઓ દ્વારા જે તેર દુકાનોનું શોપિંગ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું .તે આજે તાલુકા વિકાસ અધિકારીની નોટિસ અને સૂચનાના આધારે તે દબાણકારો ફફડી જતાં જાતે જ જીસીબી લાવી તોડવાની કામગીરી હાથ ધરી હતી .થરાદના રાહ ગામમાં પંચાયતના સભ્યોએ રાહની પંચાયતની ગામ તળ જમીન માં શોપિંગ સેન્ટર ઉભુ કર્યુ હતું અને ત્યારે ગામમાં ઊહાપોહ સર્જાયો હતો .જેમાં દુકાનના ખોટા દસ્તાવેજો ઉભા કરી ને પંચાયતનામાં અકારણી ચઢાવવાનો તખ્તો ગોઠવાયો હતો .પરંતુ પંચાયતના બીજા સભ્યોને જાણ થતા આ અંગે તાલુકા વિકાસ અધિકારી વિજય ભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઇ માળી ,મામલતદાર અને નાયબ કલેકટર ને રજુઆત કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b1T6EV
0 Response to "રાહમાં પંચાયતની જમીનમાં ગેરકાયદે બાંધવામાં આવેલ શોપીંગ તોડી પડાયું"
Post a Comment